________________
પદ પ્રાપ્ત કરે છે.
શુભધ્યાનના ભેદ આત્માની ત્રણ અવસ્થાનું વર્ણન કરી અંતરાત્મા બનીને પરમાત્માનું ધ્યાન કરવા માટે શુભ ધ્યાનના બે ભેદ - ધર્મધ્યાન અને શુક્લધ્યાન છે. જેના વડે આત્મા પરમાત્મા બની મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એનું સ્વરૂપ અને એના ભેદ આ પ્રકરણમાં વર્ણવ્યા છે.
ધર્મધ્યાન : જ્યાં મનોવૃત્તિ અથવા ચિંતનની એકાગ્રતા એવા વિષય પર સ્થિર થાય છે જેનો ધર્મ અર્થાત્ વસ્તુસ્વરૂપની યથાર્થતા સાથે સંબંધ હોય, જે નિરવદ્ય છે, પવિત્ર છે એ ધર્મધ્યાન છે. આ એકાગ્રતાનું પ્રશસ્ત રૂપ છે. જેમ જેમ ભાવોની નિર્મલતા વધતી જાય છે, આત્માના કર્મબંધન શિથિલ થાય છે. અહીં ધર્મધ્યાન કરવાવાળા ધ્યાતાની યોગ્યતા બતાવે છે કે એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવાવાળો તેમજ સંસારથી વૈરાગ્યસહિત હોય, ઇંદ્રિય અને મન વશમાં હોય, સ્થિર ચિત્ત ને મુક્તિનો ઇચ્છુક હોય, આલસ્યરહિત, શાંત પરિણામી તથા પૈર્યવાન હોય.
ધર્મધ્યાનની સિદ્ધિ માટે ચાર ભાવનાઓ चतस्रो भावना धन्याः पुराणपुरुषाश्रिताः । मैत्र्यादयश्चिरं चित्ते ध्येया धर्मस्य सिद्धये ।।२७.४।।
અર્થ : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓને પુરાણ પુરુષોએ (તીર્થકરાદિ) આશ્રિત કરી છે એટલે ધન્ય છે (પ્રશંસનીય છે).
એટલે ધર્મધ્યાનની સિદ્ધિ માટે આ ચાર ભાવનાઓને ચિત્તમાં ભાવવી જોઈએ.
જ્યારે આ ચાર ભાવનાઓથી ચિત્ત ભાવિત થાય છે, રાગાદિ નાશ પામી ચિત્ત કષાયરહિત થાય છે અને ધ્યાનની સિદ્ધિ થાય છે.
ધર્મધ્યાનના ચાર ભેદ : आज्ञापायविपाकानां क्रमशः संस्थितेस्तथा । विचयो यः पृथक् तध्दि धर्मध्यानं चतुर्विधम् ।।३३.५।।
૨૦૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS