________________
અંતરાત્માના જ્ઞાનમાં ભેદ છે.
(૩) પરમાત્મા : निर्लेपो निष्कलः शुद्धो निष्पन्नोऽत्यन्तनिर्वृत्तः । निर्विकल्पश्च शुद्धात्मा परमात्मेति वर्णितः ।।३२.८ ।।
અર્થ : જે નિર્લેપ છે અર્થાત્ જેને કર્મોનો લેપ નથી, શરીરરહિત છે. શુદ્ધ છે, જેને રાગાદિ વિકાર નથી, જે નિષ્પન્ન છે અર્થાત્ સિદ્ધરૂપ છે અને અત્યન્ત નિવૃત્ત છે અર્થાત્ અવિનાશી સુખરૂપ છે તથા નિર્વિકલ્પ છે અર્થાત્ જેમાં ભેદ નથી એને શુદ્ધાત્મા કહ્યો છે.
અર્થાત્ જે સમસ્ત કર્મોથી રહિત કેવળજ્ઞાનાદિ ગુણસહિત હોય એ પરમાત્મા છે. એ પરમાત્માનું ધ્યાન અંતરાત્મા થઈને કરે.
શરીર માટે એવો જે ભાવ છે કે “આ જ હું છું આવો ભાવ સંસારના સ્થિતિનું બીજ છે. એટલે બાહ્ય શરીરાદિકમાં આત્મબુદ્ધિ છોડી, ઇન્દ્રિયાદિ વિષયોમાં પણ આત્મબુદ્ધિ છોડે. પોતાના આત્મસ્વભાવથી શ્રુત થઈ બહિરાત્મા અને પદાર્થોમાં અહંબુદ્ધિ કરી કર્મબંધ કરે છે. જ્યારે જ્ઞાની પુરુષ અર્થાત્ અંતરાત્મા આત્મામાં જ આત્મબુદ્ધિ કરી પરપદાર્થોથી પૃથક થાય છે. આત્માને જાણવાવાળો જ્ઞાની દેહને આત્માથી ભિન્ન તથા આત્માને દેહથી ભિન્ન દેખી નિ:શંક થઈ દેહનો ત્યાગ કરે છે. આવા આત્મજ્ઞાની સમ્યમ્ દષ્ટિ જીવની સર્વ અવસ્થામાં કર્મોની નિર્જરા થાય છે. જેને દેહમાં જ આત્મદષ્ટિ છે એવો મિથ્યાદૃષ્ટિ બહિરાત્મા જાગતો હોય છે તથા વચન ઉચ્ચાર કરે છે ત્યારે પણ કર્મબંધથી છૂટતો નથી. જ્યારે ભેદજ્ઞાની સૂતો હોય કે ઉન્મત્ત હોય ત્યારે પણ કર્મોથી મુક્ત થાય છે. આવી રીતે અંતરાત્માનું સ્વરૂપ સમજાવી આચાર્ય શુભચંદ્ર કહે છે કે જેમ (દીવાની) વાટને દીપકથી જલાવીએ તો એ પણ દીપક બની જાય છે, એમ આત્મા પોતાના આત્મસ્વરૂપને આરાધી પરમાત્માપણું પ્રાપ્ત કરે છે.
આવી રીતે આચાર્યશુભચંદ્ર ૩૧ અને ૩૨મા પ્રકરણમાં અનુક્રમે પરમાત્માના ધ્યાનથી તેમજ ભેદજ્ઞાન દ્વારા પોતાનું આત્મસ્વરૂપ યથાર્થપણે જાણી અર્થાત્ નિશ્ચયનયથી પોતાના આત્માને અનંત જ્ઞાનાદિ ગુણોસહિત જાણી એ આત્મસ્વરૂપમાં જ લીન થઈ જાય ત્યારે સર્વ કર્મોનો નાશ કરી એ સ્વયં પરમાત્મ
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાવ”
૨૦૫