________________
કરવામાં આવતા અનુષ્ઠાન માટે તીર્થનું ઉચ્છેદ વગેરે આલંબન લેવું એ યોગ્ય નથી કારણ કે અવિધિયુક્ત ધર્માનુષ્ઠાન કરવાથી એક તો મૃષાવાદનું પાપ અને બીજું સૂત્રક્રિયાનો નાશ થાય છે. સૂત્રમાં પ્રરૂપેલ વિધિથી વિપરીત રીતે કરવાથી અશુદ્ધતા વધે છે, સૂત્રોક્ત ક્રિયાનો અભાવ થાય છે અને તેથી તીર્થ, શાસન અને શાસ્ત્રનો લોપ થાય છે એ જ તીર્થોચ્છેદ છે. એટલે આ સૂત્રક્રિયાનો વિનાશ અર્થાત્ અવિધિપૂર્વકનું અનુષ્ઠાન તીર્થોચ્છેદનું નિમિત્ત બને તો એનાથી ગાઢ મિથ્યાત્વ બંધાય છે જેના કારણે ઘણો લાંબો સમય સુધી સંસારમાં રખડવું પડે છે માટે એ હિતાવહ નથી.
આના અનુસંધાનમાં જ ઉપાધ્યાય યશોવિજયજી “જ્ઞાનસાર” માં લખે છે – स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि । सूत्रदाने महादोष इत्याचार्यः प्रचक्षते ।।२७८।।
અર્થ સ્થાનાદિ કોઈ પણ યોગરહિત પુરુષને તીર્થનો ઉચ્છેદ થશે ઇત્યાદિ કારણે પણ ચૈત્યવંદનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતનારૂપ મોટો દોષ થાય છે, એમ આચાર્યો કહે છે.
આવી રીતે સ્થાન આદિ પાંચ યોગમાં જે પ્રયત્નશીલ છે એવા જીવોનું ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન અર્થાત્ પ્રણિધાનાદિ આશયપૂર્વક કરેલું ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન મોક્ષનું પ્રયોજક છે. આ ચૈત્યવંદનને સનુષ્ઠાન કહ્યું છે. આ સનુષ્ઠાન ચાર પ્રકારથી કહ્યા છે – પ્રીતિ, ભક્તિ, આગમને અનુસરનાર અને અસંગતાથી યુક્ત. આ ચાર અનુષ્ઠાનમાં છેલ્લું અસંગતા અનુષ્ઠાન જ અનાલંબનયોગ છે.
આ ચારે અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવે છે -
પ્રીતિ : જે અનુષ્ઠાનમાં પ્રયત્નાતિશય છે, પરમ પ્રીતિ ઉત્પન્ન થાય છે અને શેષ ત્યાગથી જે કરાય છે તે પ્રીતિ અનુષ્ઠાન છે.
ભક્તિ: ભક્તિ અનુષ્ઠાન પ્રીતિ અનુષ્ઠાન સમાન છે. પણ આ અનુષ્ઠાન આલંબનીય પ્રત્યેની વિશેષ પ્રકારની પૂજ્યતા બુદ્ધિના કારણે વધારે વિશુદ્ધિવાળું હોય છે.
વચન અનુષ્ઠાન : શાસ્ત્રના પરમાર્થ સાથે સંબંધિત થયેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી શુદ્ધ ચારિત્રવંત સાધુઓની નિરવદ્ય ઉપદેશ આપવાની ઉચિત વચનરૂપ જે પ્રવૃત્તિ તે વચનાનુષ્ઠાન છે.
૯૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )