________________
જીવોને અર્થ અને આલંબન યોગની ઇચ્છા હોવાથી તેમની ચૈત્યવંદન ક્રિયા તહેતુ અનુષ્ઠાનરૂપ થાય છે અને પરંપરાથી ભાવચૈત્યવંદન રૂપે અમૃતક્રિયા બની મોક્ષનો કારણભૂત બને છે.
પણ જે જીવો અર્થ અને આલંબનના અભાવવાળા છે અને સ્થાન અને ઉર્ણમાં પણ પ્રયત્નશીલ નથી તેઓ ચૈત્યવંદનની ક્રિયા કાયાથી કરે છે અને વાણીથી સૂત્ર બોલે છે. પણ માનસ ઉપયોગ ત્યાં નથી એટલે શ્રદ્ધા, પ્રીતિ વિનાની કરાતી આ ચૈત્યવંદનની ક્રિયા શુભ ભાવરૂપ અનુષ્ઠાન વિનાની હોવાથી નિષ્ફળ જાય છે. મોક્ષફળને પ્રાપ્ત કરાવતી નથી એટલે ગ્રંથકાર અહીં કહે છે કે સ્થાન, ઉર્ણ આદિ યોગમાં જેમનો યોગ્ય પ્રયત્ન નથી તેમને અર્થ, આલંબન અને નિરાલંબન યોગનો ઉપદેશ આપવો તે દોષજનક થાય છે માટે યોગના અનુષ્ઠાનમાં જે યોગ્ય હોય એવા શ્રદ્ધા-રુચિવંત યોગ્ય જીવને જ ચૈત્યવંદન સૂત્ર આપવું જોઈએ. આના અનુસંધાનમાં ચૈત્યવંદન સૂત્રના વિન્યાસને યોગ્ય કોણ છે એ જણાવતાં કહે છે –
जे देसविरइजुत्ता, जम्हा इह वोसरामि कायंति ।
સુજ્ઞ વિરૂં હૈં રૂમ, તા સમ્મે ચિંતિયવ્યમિનું ।।૩।। યોગવિંશિકા
જેઓ દેશવિરતિથી યુક્ત છે અર્થાત્ પાંચમા ગુણસ્થાનકની પરિણતિવાળા છે તેઓ ચૈત્યવંદનસૂત્રના પ્રદાન માટે યોગ્ય છે. કારણ કે ચૈત્યવંદનસૂત્રમાં ‘અપ્પાનું વોસિમિ ' એટલે કાયાને વોસિરાવવાની પ્રતિજ્ઞા આવે છે જે વિરતિધર માટે જ સંભવ છે. જ્યાં વિરતિ ન હોય ત્યાં તે સંભવે નહીં. ચૈત્યવંદન સૂત્રમાં કરાતો કાઉસગ્ગ મન, વચન અને કાયાના ગુપ્તિરૂપ (અશુભ વ્યાપારના ત્યાગરૂપ) હોવાથી અવિરતિ ન જ થાય. માટે જે જીવો સ્થાનાદિ જાળવતા નથી એટલે કે અવિધિ સેવે છે આવા જીવોને ચૈત્યવંદનના અનધિકારી કહ્યા છે.
અહીં શંકા થાય કે અવિધિ અનુષ્ઠાનનો નિષેધ ક૨વામાં આવે તો આ કાળમાં શુદ્ધ ક્રિયા, અનુષ્ઠાન ક૨ના૨ બહુ ઓછા મળે અને ક્રમશઃ એવો કાળ આવી શકે કે શાસ્ત્રોક્ત ક્રિયા કરનાર કોઈ ન પણ હોય તો આવી રીતે તો સૂત્રક્રિયાનો વિનાશ થાય એટલે જ તીર્થનું એટલે કે શાસનનો વિચ્છેદ થવાની સંભાવના રહે તો શાસનનું રક્ષણ કરવા માટે અવિધિથી થતું અનુષ્ઠાન પણ આદરવા યોગ્ય છે ? આ શંકાનું સમાધાન કરતાં ગ્રંથકા૨ કહે છે કે અવિધિથી
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૯૧