________________
નિરતિચાર હોય છે. આ દૃષ્ટિમાંનો જીવ વિકાસ કરતો ૪ થી ૭ ગુણસ્થાન સુધી પહોંચે છે.
સાતમી પ્રભાદૃષ્ટિમાં ક્ષપક શ્રેણીનો પ્રારંભ થાય છે. અપૂર્વકરણ ગુણસ્થાનક પ્રાપ્ત થઈ જીવ આત્મિક વિકાસ સાધતો આઠમાથી તે૨મા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેરમું સંયોગી કેવળી ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આઠમી પરાદ્દષ્ટિમાં કેવળી ભગવંત યોગનિરોધ કરી અયોગી અવસ્થા એટલે કે ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
આવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ આ ગ્રંથમાં ચૌદ ગુણસ્થાન સાથે આઠ દૃષ્ટિનો આત્મિક વિકાસ સમજાવ્યો છે. આ આઠેય દૃષ્ટિને સત્કૃષ્ટ કહેવામાં આવી છે. પાંચમી દૃષ્ટિમાં સમ્યજ્ઞાન પ્રાપ્ત થવાથી તે સત્ દૃષ્ટિ છે પણ પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે એટલે અસત્ બોધ છે તો પણ તેને સત્ દૃષ્ટિ કહ્યું છે કારણ કે પાંચમી દૃષ્ટિનું અવસ્થ્ય કારણ પ્રથમની ચાર દૃષ્ટિ છે. ચાર દૃષ્ટિનો બોધ અવશ્ય સમ્યજ્ઞાનમાં પરિણમે છે.
પ્રથમ
‘યોગઢષ્ટિસમુચ્ચય’ ગ્રંથમાં યોગના સિદ્ધાંતને સમજાવતા પહેલાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ અયોગી, યોગીગમ્ય અને જિનોત્તમ એવા શ્રી વીર પ્રભુને પ્રથમ ગાથામાં નમસ્કાર કરી મંગલાચરણ કરીને ગ્રંથનો પ્રારંભ કરે છે. જૈન ધર્મમાં સર્વ ગ્રંથકર્તાઓ ગ્રંથનો પ્રારંભ કરે ત્યારે પ્રથમ મંગલાચરણ કરે છે. કારણ કે શિષ્ટ પુરુષોનો અર્થાત્ મહાત્મા પુરુષોનો સહજસિદ્ધ આચાર છે કે કોઈ પણ ઇષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં પ્રારંભમાં ઇષ્ટદેવને નમસ્કાર કરીને જ પ્રવૃત્તિ કરે છે. તેવી જ રીતે જે ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો છે એ ગ્રંથ નિર્વિઘ્ને સમાપ્ત થાય એ માટે મંગલાચરણ કરાય છે. એ જ પ્રમાણે વિદ્વાન માણસોની પ્રવૃત્તિ માટે પણ પ્રારંભમાં ગ્રંથનું પ્રયોજન, વિષય અને સંબંધ જણાવે છે.
આ પ્રમાણે મંગલાચરણ કરી આચાર્ય હરિભદ્રસૂરિ પ્રથમ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ યોગનું સ્વરૂપ સમજાવે છે. એવી જ રીતે યોગીઓના ચાર ભેદ બતાવ્યા છે - ગોત્રયોગી, કુળયોગી, પ્રવૃત્તચક્રયોગી અને નિષ્પન્નયોગી.
૧૧૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની