________________
નાના તણખા જેવો હોય છે. જેમ જેમ આ આત્મિક બોધનો વિકાસ થતો જાય છે તેમ તેમ જીવ આગળની દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. છેલ્લી પર દૃષ્ટિમાં આ બોધ સૌથી અધિક, ચંદ્રના પ્રકાશ જેવો સોમ્ય પણ તેજસ્વી બને છે. અને એનો આધ્યાત્મિક વિકાસ પૂર્ણતાને પામે છે.
આત્મામાં અનંત ગુણો તેમજ અનંત દોષો છે. અહીં આ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ મુખ્યતઃ આઠ ગુણ-દોષોનું વર્ણન કરી એક એક દૃષ્ટિ સાથે એક એક ગુણની પ્રાપ્તિ અને એક એક દોષનો ત્યાગ દર્શાવે છે. જેમ જેમ દૃષ્ટિ આગળ વધે છે તેમ જીવના દોષ ઘટે છે અને ગુણો વધતા જાય છે. જેમ જેમ દૃષ્ટિનો (સમ્યક બોધનો) વિકાસ થતો જાય છે તેમ તેમ તે દૃષ્ટિના (જ્ઞાનના) પ્રભાવ ધર્મકાર્ય કરવામાં થતો ખેદ (અરુચિ), ઉદ્વેગ (કંટાળો), લેપ (ચિત્તને બીજે મૂકવું) ઇત્યાદિ દોષો એક પછી એક જે ચિત્તના આઠ દોષો છે તે દૂર થતા જાય છે. પરિણામે જેમ મેલા વસ્ત્રનો મેલ દૂર થતાં વસ્ત્રમાં ઉજ્વળતા ચમકે છે એવી જ રીતે આ યોગદૃષ્ટિના પ્રભાવે જીવમાં આ ખેદ-ઉદ્વેગ ઇત્યાદિ દોષો દૂર થતાં અખેદ (ધર્મકાર્યમાં રુચિ), તત્ત્વજિજ્ઞાસા (તત્ત્વ જાણવાની ઇચ્છા), તત્ત્વશુશ્રુષા (તત્ત્વ સાંભળવવાની ઇચ્છા) આદિ આઠ ગુણો ક્રમશ: પ્રગટે છે.
આ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિએ ‘પાતંજલ યોગદર્શન’માં બતાવેલ યોગમાર્ગ અને તેની પરિભાષાઓની સાથે જૈન પરિભાષાને સરખાવી છે. ‘પાતંજલ યોગસૂત્ર” પ્રમાણે યોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ છે. यमनियमासनप्राणायामप्रत्याहार धारणा ध्यान समाधयोऽष्टाङ्गानि ।।२.२९।।
સાધનાપાદ આ આઠ અંગો સાથે અનુક્રમે એક એક દૃષ્ટિ સરખાવી છે જેમ કે જીવને પ્રથમ મિત્રા દૃષ્ટિ હોય ત્યારે એને અષ્ટાંગ યોગનું પ્રથમ અંગ યમ હોય. જે અવસ્થાએ મિત્રાદિ દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે ત્યારથી જ ગુણસ્થાનકની ગણતરી થાય છે. દષ્ટિના વિકાસ સાથે ગુણસ્થાનકનો પણ વિકાસ થતો જાય છે.
ગુણસ્થાન ગુણોની સ્થાન એ ગુણસ્થાન. જૈન શાસ્ત્રોમાં આત્મામાં ગુણો
૧૦૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )