________________
(૩) મિશ્ર શુદ્ધ માન્યતા નહિ, અશુદ્ધ માન્યતા પણ નહિ, પરંતુ તે બેની
વચલી અવસ્થા તે મિશ્ર ગુણસ્થાનક છે. (૫) દેશવિરતિ (૬) સર્વવિરતિ પ્રમત્ત ઃ ચોથા ગુણસ્થાનમાં દર્શનમોહ
નબળો પડ્યો હોય છે પરંતુ ચારિત્રમોહ હોય છે. ચારિત્રમોહ નિર્બળ બનતાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ કરી શકાય છે. ચારિત્રમોહ જ્યારે દેશથી અર્થાત્ થોડા પ્રમાણમાં નિર્બળ બને છે ત્યારે દેશથી (થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ થાય છે. અર્થાત્ આંશિક નિવૃત્તિ હોય છે. આ જીવો પાંચમા એટલે કે દેશવિરતિ ગુણસ્થાનકમાં હોય છે. આ ગુણસ્થાનક ગૃહસ્થોને હોય છે. ચારિત્રમોહ સર્વથા નિર્બળ બને છે. ત્યારે સર્વથા પાપોથી નિવૃત્તિ થાય છે તે સર્વવિરતિ છઠ્ઠ ગુણસ્થાનક છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા જીવો સંસારત્યાગી હોય
છે. પણ આ ગુણસ્થાને પ્રમાદ હોવાથી એ સર્વવિરતિ પ્રમત્ત કહેવાય છે. (૭) અપ્રમત્તસંયતઃ છઠ્ઠા ગુણસ્થાને રહેલો આત્મા વિકાસના પંથે આગળ
વધતા પ્રમાદને પણ દૂર કહે છે ત્યારે તે અપ્રમત્ત (અર્થાત્ પ્રમાદ
રહિત, સંયત નામના સાતમા ગુણસ્થાને હોય છે.) (૮) અપૂર્વકરણ સર્વવિરતિ પ્રાપ્ત કરેલો આત્મા અપ્રમત્તપણે સાધનામાં
આગળ વધે છે ત્યારે આત્મામાં અપૂર્વ એટલે કે પૂર્વે ક્યારેય ન થયા હોય) એવા કરણ એટલે વિશુદ્ધ અધ્યવસાયો થાય છે. આ ગુણસ્થાનક
અપૂર્વકરણ કહેવાય છે. (૯) અનિવૃત્તિકરણ : અહીંથી જીવોની ક્ષપક અને ઉપશમક એમ બે શ્રેણી
પડે છે. જે જીવો મોહને દબાવતા આગળ વધે છે એ ઉપશમ શ્રેણી કહેવાય છે. તે જીવો અગિયારમા ગુણસ્થાન સુધી ચઢે છે પછી અવશ્ય પતન પામે છે. જે જીવો મોહનો ક્ષય કરતા આગળ વધે છે તે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરે છે અને દસમા ગુણસ્થાનથી સીધા બારમા ગુણસ્થાને જાય છે. નવમા ગુણસ્થાને રહેલો આત્મા સૂક્ષ્મ લોભ સિવાય મોહને દબાવી દે છે કે ક્ષય કરે છે.
૧૪૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની