________________
આઠ પાંખડીઓવાળું સફેદ કમળ ચિંતવવું. વચ્ચે કેન્દ્રમાં અરિહંત પરમાત્માને સ્થાપન કરીને ચારે દિશા અને વિદિશાની અંદ૨ નવકારનાં બાકીનાં આઠ પદ સ્થાપવાં. આવી રીતે નવપદની કમળમાં સ્થાપના કરી એનું ધ્યાન ધરવું.
આવી રીતે મન, વચન અને કાયાના એકાગ્રતાપૂર્વક ૧૦૮ વા૨ નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરવામાં આવે તો આહા૨ ક૨વા છતાં મુનિને એક ઉપવાસનું ફળ મળે. મહામંત્રને આરાધીને જે લોકો આત્મશક્તિને મેળવે છે તે આ લોકમાં તો યોગી થાય અને ત્રણે લોકમાં પૂજાય છે. કોઈ પશુ- પક્ષીઓએ સંસારમાં ઘણાં પાપો કર્યાં હોય અને સેંકડો જીવોની હિંસા કરી હોય પણ તિર્યંચ જીવો પણ આ રીતે નવકા૨નું ધ્યાન કરે તો દેવગતિમાં જઈ શકે.
ધ્યાનથી કર્મક્ષય થાય છે. મન કોઈ પણ પવિત્ર આલંબન લઈને ધ્યાનમાં પરોવાય, જેમ કે નમો અરિહંતાણં આ પહેલા પદના સાત અક્ષરોનું આલંબન લઈ મન એના ઉપર સ્થિર કરો તો એ સમયે કોઈ અસાધ્ય રોગથી થતી વેદનાથી મન અન્યત્ર ચલિત થાય અને કર્મના વિપાકથી થતી વેદનાની અનુભૂતિ ઓછી થાય. કર્મનો ઉદય તો ચાલી જ રહ્યો છે પણ વેદનાની તીવ્રતાનો અનુભવ ધ્યાનના લીધે ઓછો અનુભવાય. એના માટે ધ્યાનનો અભ્યાસ ક૨વો જોઈએ. ધ્યાન ધીરે ધીરે અભ્યાસથી જ સિદ્ધ થતું જાય. અત્યારે મોહનીયના વિષયો વધેલા છે એટલે મન બીજા વિષયોમાં ચાલ્યું જાય છે પણ જ્યારે આત્માનું જ્ઞાન વધે તો મન ધ્યાનમાં પરોવાય. આત્માનું જ્ઞાન, ધ્યાનનું પ્રમાણ મોહનીય વિષયોની સામે વધારીએ એનો અભ્યાસ ક૨વાથી ભલભલી તીવ્ર વેદના ભૂલી મન ધ્યાનમાં પરોવી શકાય.
જે વખતે કોઈ મંત્ર, જાપ, ધ્યાન ચાલુ હોય તો કર્મ આવતાં અટકે છે એ જ ધ્યાનનો ઉદ્દેશ છે. એક બાજુ કર્મનો ક્ષય કરો એટલે નિર્જરા થાય અને નવાં કર્મને આવતાં અટકાવો એટલે સંવર થાય. આ બે પ્રક્રિયા કરતી વખતે નમો સિદ્ધાળુંનો જાપ કરવો. જાપ કરતાં મન એમાં જ પરોવાઈ રહે તો એક એવી સ્થિતિ આવે કે જાપ બંધ થઈ જાય, અક્ષ૨ પણ ન રહે એટલે કે સિદ્ધ ભગવાનનું સ્મરણ એકધારું આપણી સમક્ષ રહે. આવી રીતે જે કોઈ અક્ષર, પદ કે શબ્દનું ચિંતન કરતા યોગી પુરુષ રાગદ્વેષાદિકથી રહિત થાય, તેને જ ધ્યાન કહેલું છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૭૮