________________
વિષયવાળા મનને ધ્યાનના બળે એક પરમાણુ વિષયક ક્રમપૂર્વક ધ્યાન કરે. સળગતા અગ્નિમાં નવાં લાકડાં ન ઉમેરવાથી અથવા અગ્નિમાંથી લાકડા ખેંચી લેવાથી બાકીનો અગ્નિ બુઝાઈ જાય તેમ મનને પણ વિષયરૂપ ઇંધન ન મળવાથી આપોઆપ શાંત થઈ જાય છે. ત્યારપછી ધ્યાનાગ્નિ અત્યંત ઉત્કટપણે પ્રજ્વલિત થવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને ચોથો અંતરાય આ ચારે ઘાતી કર્મનો ક્ષય થાય છે. જેના ફળ સ્વરૂપે યોગીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે. અહીં કેવળજ્ઞાની ભગવંતનો તીર્થકર નામકર્મનો ઉદય છે એ સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત ભગવંત અનેક સુરો, અસુરો, મનુષ્યો વડે પ્રણામ કરતા આ પૃથ્વીતળ પર વિચરે છે અને અનેક ભવ્ય જીવોને બોધ કરે છે. આવા તીર્થકર ભગવંતોનું કેવળ નામ ગ્રહણ કરવા માત્રથી પણ અનાદિ સંસારનાં દુ:ખો નાશ પામે છે. અહીં પૂ. હેમચંદ્રાચાર્યે તીર્થકર ભગવંતને પ્રકટ થતા ૩૪ અતિશયોને વિસ્તારથી વર્ણવ્યા છે. જેઓને તીર્થકર નામકર્મનો ઉદય નથી એવા યોગીઓ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જગતના જીવોને ધર્મનો બોધ આપે છે.
જ્યારે કેવળી ભગવંતનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે તે શુક્લધ્યાનના ત્રીજા ભેદના અધિકારી થાય છે. અહીં જો આયુષ્યકર્મ કરતાં બીજાં અઘાતી કર્મ વધુ હોય તો કેવલી ભગવંત કેવળી સમુઘાત કરવાનો પ્રયત્ન કરે છે. સમુદ્યાત એટલે સમ્યક્ પ્રકારે આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢવા. ધ્યાનસ્થ કેવળી ભગવંત ધ્યાનના બળથી પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત માત્ર કાળમાં યોગનિરોધ શરૂ કરે છે.
જ્યારે તેમનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે તેઓ પ્રથમ બાદર કાયયોગથી બાદરવચન અને મનોયોગને રોકે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગથી બાદરકાય યોગને રોકે છે. તેથી સર્વ બાદરયોગોનો વિરોધ કર્યા પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચન અને મનયોગોનો વિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ શુક્લધ્યાન કરતો સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરે છે. આવી રીતે મન, વચન અને કાયા આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થવાથી સર્વ ક્રિયા બંધ થાય છે. એ પાંચ હૃસ્વાક્ષર બોલાય તેટલા વખતની શેલેશી અવસ્થાને પામી એકસાથે વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારે અઘાતી કર્મોને ખપાવે છે. ઔદારિક, તેજસ અને કાર્પણ શરીરનો ત્યાગ કરી એક જ સમયમાં ઋજુ શ્રેણીથી ઊર્ધ્વગમન
૧૮૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )