________________
સંદર્ભસૂચિ
(૧) મિથ્યાત્વ (મિથ્યાદષ્ટિ) ગુણસ્થાન ઃ મિથ્યાત્વ એટલે અશુદ્ધ માન્યતા.
આત્મામાં રહેલા ગુણો ઉપર કર્મોનું આવરણ હોય છે જેમાં મોહનીયકર્મનું આવરણ મુખ્ય છે. મોહનીયકર્મનું આવરણ જેમ જેમ ઘટે છે તેમ (જીવનો) આત્માનો વિકાસ થાય છે. મોહનીયકર્મના મુખ્ય બે ભેદ છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયનું કાર્ય છે અશુદ્ધ માન્યતા. અસત્યમાં સત્યનો આરોપ કરવો અથવા સત્યમાં અસત્યનો આરોપ કરી તેવી બુદ્ધિ રાખવી તે મિથ્યાદૃષ્ટિ છે. દા.ત. સર્વજ્ઞપ્રણીત જીવાદિ નવતત્ત્વોમાં સાચી શ્રદ્ધા ન રાખવી, અરિહંત પરમાત્માનું ગુણાત્મક સાચું સ્વરૂપ ન હોય તેને ભગવાન માનવા, હિંસાદિ પ્રવૃત્તિવાળો જે ધર્મ છે તેને ધર્મ માનવો – આવા વિપરીત ભાવવાળી દૃષ્ટિ તે મિથ્યાદૃષ્ટિ છે. આવા જીવો મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા છે. ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી જ બીજું અને ત્રીજું ગુણસ્થાનક
પ્રાપ્ત થાય છે. (૪) અવિરત - સમ્ય દષ્ટિ : જે જીવો દર્શનમોહનો ક્ષય કરીને કે એને
નબળો પાડીને સર્વજ્ઞ-પ્રણીત જીવાદિ નવતત્ત્વોમાં સાચી શ્રદ્ધા ધરાવે છે, જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી શુદ્ધ માન્યતા ધરાવે છે પણ ચારિત્રમોહનો ક્ષય કે એને નબળો પાડી શક્યા નથી તેવા જીવો અવિરત સમ્યગ્દષ્ટિ અર્થાત્ ચોથા ગુણસ્થાને રહેલા છે. આ જીવો ચારિત્રમોહની પ્રવૃત્તિવાળા હોવાથી અવિરત છે અને શુદ્ધ માન્યતાવાળા હોવાથી સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્ એટલે શુદ્ધ. દષ્ટિ એટલે માન્યતા આમ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ માન્યતા. સાસ્વાદન ઃ સમ્યકત્વથી પતિત બનેલા આત્માને મિથ્યાત્વદશા પામતા પહેલાં થતો સમ્યકત્વનો કંઈક ઝાંખો અનુભવ એ બીજું સાસ્વાદન ગુણસ્થાન છે.
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૪૩