________________
(૧૦) સૂક્ષ્મ સંપરાય : સંપરાય એટલે કષાય. નવમા ગુણસ્થાને બાકી
રહી ગયેલ સૂક્ષ્મ લોભ કષાયને આ દસમા ગુણસ્થાનના અંતે દબાવી
દે છે કે ક્ષય કરે છે. (૧૧) ઉપશાંત મોહ : દસમા ગુણસ્થાનને અંતે મોહને સંપૂર્ણ દબાવીને
આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે ત્યારે ઉપશાંત એટલે કે મોહ સંપૂર્ણ શાંત હોય છે. પણ અહીં મોહનો ક્ષય થતો નથી. મોહને દબાવીને આત્મા આ અગિયારમા ગુણસ્થાને પહોંચે છે. આથી દબાયેલો મોહ જ્યારે પાછો સક્રિય થાય છે ત્યારે આત્મા અગિયારમા
ગુણસ્થાનથી પડે છે. (૧૨) ક્ષીણ મોહ ઃ દસમા ગુણસ્થાને મોહનો ક્ષય કરનાર આત્મા સીધો
દસમાથી બારમા ગુણસ્થાને પહોંચે છે. ક્ષીણ એટલે ક્ષય. આ ગુણસ્થાનમાં મોહનો ક્ષય થયો હોય છે. અને આ ગુણસ્થાનના અંતે
બાકી રહેલ ત્રણ ઘાતકર્મનો ક્ષય થાય છે. (૧૩) સયોગી કેવળી : ઘાતકર્મોનો સર્વથા ક્ષય થતા જ કેવલજ્ઞાન પ્રગટે
છે. આ અવસ્થા તેરમા ગુણસ્થાન છે. અર્થાત્ કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે. કેવળજ્ઞાન એટલે ત્રણ કાળના સર્વ પદાર્થોના સર્વ પર્યાયોનું જ્ઞાન. આ ગુણસ્થાને મન, વચન, કાયા આ ત્રણે યોગની
પ્રવૃત્તિ ચાલુ હોવી સયોગી નામ છે. (૧૪) અયોગી કેવળી ? કેવળજ્ઞાની જીવ પોતાનું આયુષ્ય પાંચ હૃસ્વાક્ષર
બાકી રહે ત્યારે આત્મા તેરમા ગુણસ્થાનને અંતે યોગનિરોધ કરીને યોગરહિત બને છે. યોગરહિત અવસ્થા એ ચૌદમું ગુણસ્થાન અયોગી કેવળી છે. અહીં આત્મા મેરુપર્વતની જેમ નિષ્પકંપ બનીને બાકી રહેલ ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી દેહનો ત્યાગ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. પૃ.૧૫-૨૦ તત્વાર્થસૂત્ર’, વિવેચનકાર : આચાર્ય રાજશેખરસૂરિજી,
દ્વિતીય આવૃત્તિ 2. “યોગશાસ્ત્ર' ગ્રંથમાં આચાર્ય હેમચંદ્રાચાર્યે જૈનશાસ્ત્ર પ્રમાણે મોક્ષ માટે
પ્રાણાયામ આવશ્યક નથી છતાં દેહના આરોગ્ય અને કાળજ્ઞાન આદિ
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૪૫