________________
છે; જ્યારે અહીં યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર મોક્ષપ્રાપ્તિ માટે પ્રાણાયામને અનિવાર્ય માનતા નથી. પ્રાણાયામને મોક્ષના સાધન તરીકે નિષેધ કરે છે. પરંતુ ધ્યાનની સિદ્ધિ અને મનની એકાગ્રતા થવા માટે એની આવશ્યકતા બતાવી છે.
प्राणायामस्तत: कैश्चिदाश्रितो ध्यानसिद्धये । રાયો નેતરયા તું મન: પવનનિર્નયા સા.શા યોગશાસ્ત્ર
અર્થ : ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામનો આશ્રય કર્યો છે કેમ કે તે સિવાય મન અને પવનનો જય કરી શકાય નહિ.
છઠ્ઠો પ્રકાશ પાંચમા પ્રવેશના અંતમાં પરકાયપ્રવેશની વિધિ અને પરકાયપ્રવેશનું ફળ કહ્યું છે. છઠ્ઠા પ્રકાશમાં પરકાયપ્રવેશને માત્ર આશ્ચર્યકારક, દુ:સાધ્ય જણાવી મોક્ષના અભિલાષી માટે અપારમાર્થિક ગણાવ્યો છે. તેમજ પ્રાણાયામ ધ્યાનસિદ્ધિ દ્વારા મોક્ષપ્રાપ્તિ માટે ઉપયોગી નથી એમ જણાવ્યું છે. કારણ પ્રાણનો નિગ્રહ કરવામાં શરીરને પીડા થાય છે અને તેથી મનમાં અસ્થિરતા થાય છે. પૂરક, કુંભક અને રેચક ક્રિયા કરતાં પરિશ્રમ થાય છે જેથી મનમાં સંકલેશ થાય છે અને મનની સંકલેશિત સ્થિતિ એ મોક્ષમાર્ગ માટે વિજ્ઞ છે. તો પ્રાણાયામથી જો મનમાં ચંચળતા ઉત્પન્ન થતી હોય તો ધ્યાનસિદ્ધિ માટે મનને શાંત કરવા અહીં પૂ. હેમચંદ્રાચાર્ય પ્રત્યાહારનો માર્ગ બતાવે છે.
इन्द्रियैः सममाकृष्य विषयेभ्यः प्रशान्तधीः । धर्मध्यानकृते पश्चान् मनः कुर्वीत निश्चलम् ।।६.६।।
શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ આ પાંચે વિષયોમાંથી ઇન્દ્રિયો સાથે મનને પણ ખેચી ધર્મધ્યાન કરવા માટે મનને સ્થિર કરવું.
પ્રત્યાહાર સિદ્ધ થયા પછી ધારણા કરવાનું કહ્યું છે. નાભિ, હૃદય, નાસિકાનો અગ્રભાગ, કપાલ, ભ્રકુટી, તાળવું, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવા માટે ધારણાનાં સ્થાનો કહ્યાં છે. આ સ્થાનોમાંથી કોઈ પણ એક સ્થાને મનને સ્થિર કરી લાંબા સમય સુધી જાગૃતિપૂર્વક ચિત્તને ત્યાં સ્થાપવું એ ધારણા કહેવાય છે.
૧૭૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )