________________
પાંચમો પ્રકાશ પાંચમા પ્રકાશમાં પૂ. આચાર્યદેવે જૈનશાસ્ત્ર પ્રમાણે મોક્ષ માટે પ્રાણાયામ આવશ્યક નથી છતાં દેહના આરોગ્ય અને કાળજ્ઞાન આદિ માટે પ્રાણાયામ ઉપયોગી છે એમ જણાવી પ્રાણાયામનું વર્ણન કર્યું છે. પાતંજલ આદિ યોગાચાર્યો એ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ મોક્ષનાં સાધન તરીકે સ્વીકાર્યા છે. આસન-જય કર્યા પછી ધ્યાનની સિદ્ધિ માટે 4 પ્રાણાયામનો આશ્રય લીધો છે કારણ કે પ્રાણાયામ કર્યા સિવાય મન અને પવનનો જય થઈ શકતો નથી. મન અને પવનની ક્રિયા તથા સ્થાન એકસરખાં છે. મન અને પવન બેમાંથી એકની પ્રવૃત્તિ થાય તો બીજાની પણ થાય જ. અને બંનેમાંથી ગમે તે એકના નાશમાં બીજાનો નાશ થાય છે. બેઉનો નાશ થવાથી ઇન્દ્રિય અને બુદ્ધિના વ્યાપારનો નાશ થાય છે અને ઇન્દ્રિયની પ્રવૃત્તિ તથા મનના વિચારો બંધ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રાણાયામ એટલે જેમાં મુખ અને નાસિકાની અંદર ફરતા વાયુને સર્વ પ્રકારે રોકવો. પ્રાણાયામ એટલે પ્રાણ+આયામ. આયામ એટલે નિયંત્રણ, નિરોધ એટલે શ્વાસ-પ્રશ્વાસની ગતિનો નિરોધ કરવો. પ્રાણાયામના રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકાર છે. ઘણા પ્રયત્નપૂર્વક વાયુને બહાર કાઢવો એ રેચક છે. બહારથી વાયુને ખેંચી કોઠામાં પૂરવો એ પૂરક અને નાભિમાં સ્થિર કરવો એ કુંભક છે. આ ત્રણે પ્રકારના પ્રાણાયામના અલગ અલગ પ્રકારો શરીરના આરોગ્ય માટે લાભદાયક છે. જેમ કે રેચક પ્રાણાયામથી ઉદરના વ્યાધિનો તથા કફનો નાશ થાય છે. પૂરકના યોગે શરીર પુષ્ટ થાય છે, સર્વ વ્યાધિઓનો નાશ થાય છે. એવી જ રીતે કુંભક પ્રાણાયામથી શરીરમાં બળની વૃદ્ધિ થાય છે અને વાયુ સ્થિર રહી શકે છે.
આવી રીતે પાંચમા પ્રકાશમાં પ્રાણાયામ તેના ત્રણ પ્રકાર - રેચક, પૂરક અને કુંભક અને તેના ફળનું વર્ણન કર્યું છે. તેમજ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પાંચ વાયુનું સ્વરૂપ અને તેને જીતવાથી થતા ફાયદા) ફળ એવી જ રીતે કાળજ્ઞાન સંબંધી વિવેચન કરેલું છે.
પાતંજલના અષ્ટાંગ યોગમાં શરીરને નિરોગી રાખવા તેમજ આગળના મહત્ત્વના અંગ ધ્યાન અને સમાધિ પ્રાપ્ત કરવા પ્રાણાયામનું સ્થાન મહત્ત્વનું
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૭૩