________________
કેડ ઉપ૨ બેઉ હાથ રાખી, પગ પહોળા કરી ઊભેલા પુરુષની આકૃતિ સમાન, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ છ દ્રવ્યથી યુક્ત લોક છે. જગતની તમામ વસ્તુઓ ૐઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર પણ રહે છે. પ્રત્યેક વસ્તુ પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, દ્રવ્ય રૂપે કાયમ રહે છે. આવા સ્વરૂપવાળો લોક ઊર્ધ્વ, અધો અને તિર્છા એમ ત્રણ જગતથી વ્યાપ્ત છે, જે ચૌદ રજ્જૂપ્રમાણ છે. આ ચૌદ રાજલોકયુક્ત લોકમાં કર્મયુક્ત જીવ માટે ક્યાંય શાશ્વત સ્થાન નથી. ઉત્પાદ અને વ્યયથી (જન્મ-મરણથી) અત્યાર સુધી તેની ભવભ્રમણા ચાલી રહી છે. તો આ લોકસ્વરૂપનું ચિંતવન કરી આ ભવભ્રમણામાંથી વિરક્તતા મેળવવા કર્મક્ષય ક૨વાનો પ્રયત્ન કરવો જોઈએ.
બોધિદુર્લભ ભાવના : બોધિ એટલે સમ્યક્ત્વ. અકામ નિર્જરાથી અનંતકાળથી રહેલા અવ્યવહાર નિગોદમાંથી નીકળી સ્થાવરપણું, ત્રસપણું અને પંચેન્દ્રિયપણું પામે છે. વધુ કર્મક્ષય થતાં આર્યદેશ, ઉત્તમ જાતિકુળ પ્રાપ્ત થાય છે. તેમજ વિશેષ પુણ્યોદયથી જિનવાણીનું શ્રવણ પ્રાપ્ત થાય છે. પણ નિશ્ચયરૂપ બોધિરત્ન (સમ્યક્ત્વ) પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. આ પ્રમાણે ચિંતન કરી સમ્યક્ત્વમાં દૃઢ થવું એ બોધિદુર્લભ ભાવના છે.
આ પ્રમાણે આ બાર બાવનાઓ વડે મનને નિરંતર ભાવિત કરતા સર્વ પદાર્થ વિશે મમત્વ-રહિત થઈ સમભાવ પ્રાપ્ત કરવો જોઈએ. જેના ચિત્તમાં સમભાવે પ્રવેશ કર્યો છે, તેના કષાય નાશ પામે છે અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. આ સમત્વનું આલંબન લઈ યોગીઓએ ધ્યાનનો આશ્રય લેવો જોઈએ.
કારણ આત્મજ્ઞાનથી જ મોક્ષપ્રાપ્તિ થાય છે અને તે આત્મજ્ઞાન ધ્યાનથી જ સાધ્ય થાય છે.
मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद् ध्यानं हितमात्मनः ।।४.११३।।
આ ધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં કહે છે - છદ્મસ્થ યોગીઓને અંત૨ર્મુહૂર્ત સુધી જે મનની સ્થિરતા રહે છે તે ધ્યાન કહેવાય છે. તે ધ્યાનના બે પ્રકાર છે ઃ ધર્મધ્યાન અને શુક્લધ્યાન. અને અયોગીઓને યોગનો નિરોધ હોય છે. યોગી ધ્યાન સાધતો હોય અને એ ધ્યાન તૂટી જતું હોય તો અહીં પુ. આચાર્ય હેમચંદ્રાચાર્ય
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘યોગશાસ્ત્ર’
૧૭૧