________________
આ પ્રમાણે આસવના નિરોધરૂપ સંવર ભાવના વારંવાર ભાવવી જેથી કર્મબંધ રોકવાનાં કારણોમાં પ્રબળ જાગૃતિ રહે અને તેવા પ્રયત્ન થાય.
નિર્જરા ભાવના નિર્જરા એટલે કર્મોનો આત્મપ્રદેશમાંથી ક્ષય થવો. તે બે પ્રકારની છે :
અકામ નિર્જરા - કર્મક્ષયની ઇચ્છા વિના એકેંદ્રિય થી માંડી પંચેંદ્રિય સુધીના જીવો ઠંડી, ગરમી, જળ, અગ્નિ, શસ્ત્ર, છંદ, ભેદ વગેરેથી અશાતાવેદનીય કર્મનો અનુભવ કરી જે કર્મક્ષય થાય છે. અહીં કર્મક્ષય સાથે આર્ત અને રૌદ્ર ધ્યાન કરીને નવાં અશુભ કર્મો બાંધે છે માટે આ કર્મક્ષય - નિર્જરા અકુશલાનુબંધી
સકામ નિર્જરા – કર્મનો ક્ષય થાય એ અભિલાષાથી, નહીં કે આ લોક કે પરલોકના ફલાદિની ઇચ્છાથી જે તપ, પરિષહ આદિથી કર્મની નિર્જરા થાય. અહીં સહન કરવાની વૃત્તિ હોવાથી કર્મના ઉદય વખતે અશુભ ધ્યાન થતું નથી, નવાં કર્મો બંધાતાં નથી. અથવા વિશિષ્ટ અધ્યવસાયના કારણે નવાં કર્મો બંધાય તોપણ શુભ જ બંધાય જે મુક્તિમાર્ગમાં સાધક બને છે. અહીંતપસ્યા જે નિર્જરાનું કારણ કહ્યું છે એના આત્યંતર અને બાહ્ય એ બે પ્રકાર કહ્યા છે. બાહ્ય તપ અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયાક્લેશ અને સંલીનતા એમ છ પ્રકારે કહ્યું છે. જ્યારે આત્યંતર તપ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ છ પ્રકારે છે.
આ બે પ્રકારના તપ વડે નિર્જરા કરતા સર્વ કર્મના ક્ષયથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
ધર્મસ્વાખ્યાત ભાવના : જિનેશ્વર ભગવંતે સંસારનો નાશ કરનાર અને મોક્ષ પ્રાપ્ત કરાવનાર સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્રચારિત્રરૂપ ધર્મ કહ્યો છે. આ ધર્મના દસ પ્રકારો કહ્યા છે – ધર્મ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, શાંતિ, માર્દવ, સરળતા અને નિર્લોભતા.
ધર્મ સંસારસાગરના દુઃખસમુદ્રમાં પડતા એવા પ્રાણીનું રક્ષણ કરે છે. ધર્મનું આ લોક અને પરલોકમાં સાંસારિક ફળ તો પ્રાપ્ત થાય છે પણ તે તો ગૌણ છે. મુખ્ય ફળ તો મોક્ષ છે.
લોક ભાવના : લોકના (જગતના) સ્વરૂપની વિચારણા તે લોકભાવના.
૧૭૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS