________________
સાતમો પ્રકાશ છઠ્ઠા પ્રકાશ સુધી પ્રત્યાહાર અને ધારણાનું સ્વરૂપ સમજાવી પૂ. હેમચંદ્રાચાર્યે સાતમા પ્રકાશમાં ધ્યાનની મહત્તા સમજાવી છે. ધ્યાનનું સ્વરૂપ સમજાવ્યું છે. 7ધ્યાન એટલે એક જ વિષય પર મનોયોગની સ્થિરતા. યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર કહે છે ધ્યાન માટે યોગીઓએ સમભાવ કેળવવાની બહુ જરૂર છે. સમત્વનું આલંબન લઈને યોગીઓએ ધ્યાનનો આશ્રય લેવો જોઈએ. આ સમત્વ માટેની છણાવટ ચોથા પ્રકાશમાં કરેલી છે. જો સમભાવ આવે તો જ ધ્યાન શક્ય બને. મોક્ષની પ્રાપ્તિ માટે કર્મક્ષય કરવાની જરૂર છે. આ કર્મક્ષય કે કર્મનિર્જરા આત્મજ્ઞાનથી થાય છે અને આ આત્મજ્ઞાન ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે.
શ્રી હેમચંદ્રાચાર્ય આ સપ્તમ પ્રકાશ “ધ્યાનમાં ધ્યાન કરવાની ઇચ્છા ધરાવતા યોગીઓ એટલે કે ધ્યાતાની શું યોગ્યતા હોવી જોઈએ એનાં લક્ષણ બતાવે છે. સાથે ધ્યાતાનું ધ્યાન ધરવા માટેનું ધ્યેય શું છે અને ધ્યાનનું ફળ શું છે આ ત્રણે જાણવું જરૂરી કહ્યું છે.
ધ્યાતાની ધ્યાન કરવાની યોગ્યતા બતાવતાં કહે છે ધ્યાતામાં દઢતા હોવી જરૂરી છે કે પ્રાણ જાય પણ ચારિત્ર ન ચૂકે, પોતાના આત્મસ્વરૂપમાં રમણતા એકસરખી સ્થિર રહેવી જોઈએ. સંયમ- ભાવની સ્થિરતા એટલે કે ૫ (પાંચ) સમિતિ, ૩ ગુપ્તિ આ પ્રવચનમાતા પાલન કરવાની. સંસારના તાપથી લૂષિત ન થાય, બાહ્યતાપ જેવો કે ટાઢ, તાપ ને વાયરા જેવા નિમિત્તથી વિચલિત ન થાય, રાગ-દ્વેષ કરે નહિ અને એવાં નિમિત્તો આવે તોપણ વિચલિત ન થાય. ક્રોધ, માન, માયા, લોભ આદિ પાપસ્થાનકવાળી ચિત્તવૃત્તિઓથી દોષિત ન હોય. સર્વ કાર્યમાં નિર્લેપ રહે. કામ ભોગથી (મથુન આદિ જ સંજ્ઞાથી) વિરકત થઈ પોતાના શરીરથી પણ નિ:સ્પૃહ રહે. સંસારનાં સુખોથી અલિપ્ત થયેલો હોય. મેરૂ પર્વત જેવો અચલ હોય. શત્રુ હોય કે મિત્ર, સુવર્ણ હોય કે પથ્થર, નિંદા થાય કે સ્તુતિ બધી જગ્યાએ સમભાવ રાખે. ચંદ્રમાં જેવી સૌમ્ય, શાંત મુખાકૃતિ હોય, વાયુની જેમ નિ:સંગ, આવા ગુણોવાળો બુદ્ધિમાન ધ્યાતા ધ્યાન કિરવાની યોગ્યતાવાળો ગણાય.
ધ્યાતાનું લક્ષ્ય એટલે કે ધ્યેય શું છે, કોનું ધ્યાન ધરવું છે. જ્ઞાન એટલે કે જાણવું. જ્ઞાનની ક્રિયાનું એ જ મહત્ત્વ છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણે એકરૂપ થઈ જાય ત્યારે સમાપત્તિ થઈ કહેવાય. ધ્યાન કરવું હોય તો ત્રણેનું
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૭૫