________________
ધારવાળા કુહાડા સમાન છે અને મૂળ, મંત્ર-તંત્રરહિત યોગ એ મોક્ષલક્ષ્મીને પામવા માટે અમોઘ ઉપાય છે. યોગથી આ ભવનાં પાપો તો નષ્ટ થાય છે પણ ભવોભવનાં ઉપાર્જન કરેલાં પાપોને નાશ કરવાનું સામર્થ્ય યોગમાં છે. અહીં આચાર્ય ભરત ચક્રવર્તી, માતા મરુદેવા, દ્રઢપ્રહારી, ચિલાતીપુત્રનાં દૃષ્ટાન્તો સાથે યોગનું મહાત્મ્ય, સ્વરૂપ સમજાવે છે. યોગથી અણિમાદિ, સંભિન્નશ્રોતાદિ, મહાન રુદ્ધિવાળી લબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે.
ततोऽणिमादिप्रादुर्भावः कायसम्पत्तध्दर्मानभिधातश्च ।।३.४५ ।। પાતંજલ યોગસૂત્ર
યોગથી અણિમા, લધિયા, મહિમા... સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આવી રીતે યોગનો પ્રભાવ બતાવી યોગને મોક્ષનું કારણ બતાવે છે.
चतुर्वर्गेऽग्रणी र्मोक्षो योगस्तस्यच कारणम् ।
જ્ઞાનશ્રધ્ધાન વારિત્રપ રત્નત્રયં ચ સઃ ।।।। યોગશાસ્ત્ર
અર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગોમાં મોક્ષ ઉત્તમ છે. એ મોક્ષનું કારણ યોગ છે. અને તે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયી સ્વરૂપ યોગ છે.
આ રત્નત્રયીમાં પ્રથમ જ્ઞાનયોગનું અથવા સમ્યજ્ઞાનનું સ્વરૂપ કહે છે – જેવી રીતે તત્ત્વોનું સ્વરૂપ રહેલું છે, તે તત્ત્વના સ્વરૂપને સંક્ષેપ યા વિસ્તારથી જાણવું યા બોધ થવો તેને પંડિત પુરુષો સમ્યજ્ઞાન કહે છે.
તત્ત્વ એટલે વસ્તુનો યથાર્થ નિશ્ચય. જેનું સ્વરૂપ નય, નિક્ષેપ અને પ્રમાણથી સિદ્ધ છે, તે તત્ત્વ કહેવાય છે. આ તત્ત્વો બે, સાત કે નવ છે. બે તત્ત્વો લઈએ તો જીવ અને અજીવ એટલે કે ચેતન (આત્મા) અને જડ. દુનિયાની બધી વસ્તુઓનો સમાવેશ આ બે તત્ત્વોમાં થાય છે. એવી જ રીતે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ નવ તત્ત્વ છે. પુણ્ય અને પાપ તત્ત્વને આસવમાં સમાવેશ કરતાં સાત તત્ત્વ થાય છે. આ નવ તત્ત્વોમાં જીવ અને અજીવ જાણવા લાયક છે. પાપ, આસ્રવ અને બંધ ત્યાગ કરવાલાયક કે પુણ્ય પણ પહેલા આદરવાલાયક અને અમુક હદ પછી ત્યાગ ક૨વાનું છે. સંવ૨, નિર્જરા અને મોક્ષ આદરવાલાયક છે. આવી રીતે તત્ત્વનો સમ્યગ્ બોધ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૫૦