________________
ચોથું બ્રહ્મચર્ય મહાવ્રતઃ દિવ્ય એટલે કે દેવ સંબંધી અને ઓદારિક એટલે કે મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયોનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય અઢાર ભેદવાળું કહેલું છે. આ બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ નીચે પ્રમાણે પાંચ ભાવના ભાવવાથી થાય છે. સ્ત્રી, નપુંસક અને જનાવરોવાળા ઘર, આસન અને વચ્ચે ભીંત હોય તેવાં સ્થાનોનો ત્યાગ કરવાથી, રાગ પેદા થાય તેવી સ્ત્રીકથાના ત્યાગથી, પહેલી અવસ્થામાં અનુભવેલ વિષયોની સ્મૃતિ ન કરવાથી, સ્ત્રીઓનાં રમણીય અંગો ન જોવાથી, પોતાના શરીર ઉપરના શણગારનો ત્યાગ અને અતિરસવાળા ભોજનનો ત્યાગ કરવાથી થાય છે. અને બ્રહ્મચર્ય વ્રત વૃદ્ધિ પામે છે.
પાંચમું અપરિગ્રહવત - એટલે નિર્મમત્વ. સર્વ પદાર્થોમાંથી આસક્તિનો ત્યાગ તે અપરિગ્રહ- વ્રત છે. મનોહર સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અતિ આસક્તિનો ત્યાગ કરવો તેમજ અણગમતા પાંચ ઇન્દ્રિય (સ્પર્શાદિમાં) દ્વેષનો ત્યાગ કરવો. અપરિગ્રહવ્રતની આ પાંચ ભાવનાઓ કહેલી છે. આવી રીતે આ પાંચ મહાવ્રતો અને એની ભાવનાઓ દ્વારા મૂલગુણરૂપ ચારિત્ર સમજાવેલું છે. એવી જ રીતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું ઉત્તરગુણરૂપ ચારિત્ર કીધું છે જેને તીર્થકર સમ્યક ચારિત્ર કહે છે. તે પાંચ સમિતિ - ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપસમિતિ, ઉત્સર્ગસમિતિ આ પ્રમાણે છે અને ગુપ્તિ એટલે કે મન, વચન અને કાયાના યોગોનો નિગ્રહ કરવો; મન, વચન અને કાયાને માર્ગમાં પ્રવર્તાવવા; ઉન્માર્ગે જતા અટકાવવા તે ગુપ્તિ કહેવાય છે.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને શાસ્ત્રમાં અષ્ટપ્રવચનમાતા કહેલું છે.
ઇર્યાસમિતિ ઃ ત્રસ અને સ્થાવર જીવમાત્રને અભયદાન દેવાં, એમની રક્ષા માટે છે. એટલા માટે જે રસ્તે લોકોની અવર જવર થતી હોય અને માર્ગ બરાબર દેખાતો હોય એવા માર્ગે નીચે નજર કરી ઉપયોગ રાખી ચાલવું.
ભાષાસમિતિ ઃ નિર્દોષ, સર્વ જીવોને હિતકારી, પ્રમાણસરવચન બોલવાં, બોલવામાં સમ્ય પ્રકારે સાવધાની રાખવી તે ભાષાસમિતિ.
એષણાસમિતિ : બેંતાલીસ દોષોથી રહિત ભિક્ષા મુનિ ગ્રહણ કરે તે એષણાસમિતિ. જેમ ભ્રમર ફૂલમાં ઉત્પન્ન થયેલો રસ ગ્રહણ કરી પોતાને સંતોષ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૫૨