________________
શ્રી હેમચંદ્રાચાર્ય અહિંસાનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે જેમ આપણને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે એવી રીતે જગતના સર્વ જીવોને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે એમ વિચારી, અહિંસા ધર્મને સમજનારે ત્રસ જીવોને તો ન જ મારવા જોઈએ પણ સ્થાવર જીવોને અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવોની પણ હિંસા ન કરવી જોઈએ. હિંસા તજવા માટે વિવિધ પ્રકારનો ઉપદેશ આપી, હિંસા કરનાર સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને નરકમાં જવું પડ્યું તેનાં કથાનકો આપ્યાં છે. અને સાથે કુલ ક્રમથી આવેલી હિંસાને ત્યજનાર કાલસોકરિક કસાઈના પુત્ર સુલસની પ્રશંસાત્મક કથા આપી છે. જો હિંસાનો ત્યાગ ન કરવામાં આવે તો ઇન્દ્રિયોનું દમન કરવાપણું, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે. હિંસાના ઉત્તેજક અને ઉપદેશક શાસ્ત્ર રચનારની નિંદા કરી છે. લૌકિક શ્રાદ્ધાદિમાં થતી હિંસા, દેવને ભેટ ધરવાના અને યજ્ઞમાં હવન કરવાના બહાને વિઘ્ન-શાંતિ માટે કરાતી વગેરે સર્વ પ્રકારની હિંસા વર્જનીય જણાવી છે. એવી જ રીતે ધનુષ્ય, દંડ, ચક્ર, ખગ, શૂળ વગેરે શસ્ત્રો ધારણ કરવાવાળા હિંસક દેવોને પણ ન પૂજવા જોઈએ. આવી રીતે વિસ્તારથી હિંસાનો પ્રતિષેધ કરી અહિંસાવ્રતની સ્તુતિ, પ્રશંસા અને તેનાં શુભ ફળો કહ્યાં છે.
સત્ય અણુવ્રત: કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ પાછી ન આપવા સંબંધી, ખોટી સાક્ષી આપવા સંબંધી આ પાંચને જિનેશ્વરોએ મોટાં અસત્યો કહ્યાં છે. અસત્યનાં અશુભ ફળો આ લોક અને પરલોકમાં ભોગવવા પડે છે. અસત્ય બોલવાથી આ લોકમાં અપકીર્તિ મળે છે અને આવતા ભવમાં દુર્ગતિ થાય છે. જેમ કે અસત્ય બોલવાથી નિગોદ, તિર્યંચ અને નરક ગતિ મળી શકે છે. અહીં સત્ય વ્રતના શુભ ફળવાળી કાલકાચાર્યની અને અસત્ય વચન બોલવાથી અશુભ ફળ આપનારી વસુરાજાની કથા આપી છે. અહીં બીજાને પીડા કરનાર સત્ય વચન હોય તોપણ તે ન બોલવાં જોઈએ કારણ તે પરપીડા કરનાર હોવાથી અસત્ય ગણાય છે. આવી રીતે અસત્ય બોલનારની નિંદા અને સત્ય બોલનારની સ્તુતિ કરવામાં આવી છે.
અચૌર્ય અણુવ્રત: આ વ્રતનું અપેક્ષાએ હિંસા કરતાં પણ ચોરીમાં દોષ અધિક છે. કારણ એક જીવને મારવામાં આવે તો મરનાર જીવને એક ક્ષણનું
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર
૧૫૭