________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર
પ્રસ્તાવના :
‘કલિકાલસર્વજ્ઞ' તરીકે પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યે આ યોગસાધના માટેનો મહત્વનો ગ્રંથ યોગશાસ્ત્ર” લખેલો છે. આત્માના ઊધ્વકરણમાં યોગસાધના અનન્ય આલંબન છે. પાતંજલિએ યોગની વ્યાખ્યા- “યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ એમ આપી છે. પરંતુ હેમચંદ્રાચાર્ય જૈન પરંપરા અનુસાર યોગની વ્યાખ્યા કરી છે – યોગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયી.
चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणं । ज्ञानश्रध्दानचारित्ररुपं रत्नत्रयं च सः ।।१.१५।।
આ યોગની સિદ્ધિ માટે જે ક્રિયાયોગ બતાવ્યો છે એ મહત્ત્વનો છે. યોગનો અધિકારી ગૃહસ્થ પણ થઈ શકે. જ્યાં બીજા આચાર્યોએ એમના ગ્રંથોમાં યોગસાધના માટે ગૃહસ્થાશ્રમના ત્યાગને આવશ્યક ગણાવ્યો છે. જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાં ગૃહસ્થ ધર્મના પાયા ઉપર જયોગસાધનાનો ક્રમ સ્થાપિત કરેલો છે. આ ગ્રંથમાં મોટા ભાગમાં ગૃહસ્થ માટેની સાધના કેવી હોય એ નિરૂપેલું છે. આવી રીતે ગૃહસ્થાશ્રમીને પણ યોગસાધનામાં અધિકાર છે એ આ ગ્રંથમાં બતાવ્યું છે.