________________
યોગસાધનાના બે ભાગ પાડવામાં આવે છે -
બહિરંગ યોગ - જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આવે.
અંતરંગ યોગ - જેમાં ધારણા, ધ્યાન અને સમાધિ આવે. આચાર્ય હેમચંદ્ર બહિરંગ યોગ વિસ્તારથી સમજાવેલો છે. યમ એટલે પાંચ વ્રતો - અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. નિયમ એટલે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન.
યોગશાસ્ત્રમાં આ પાંચ વ્રતોને યોગના રત્નત્રયમાં ચારિત્ર તરીકે બતાવેલાં છે. અને જૈન આચારધર્મ વિસ્તારથી સમજાવ્યો છે. જૈન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક આચારો ખરેખર યોગરૂપ જ છે. પંચમહાવ્રત અને બાર વ્રતનો યોગના પહેલા પગથિયારૂપ યમમાં સમાવેશ થાય છે. આવી રીતે યમથી (એટલે બહિરંગ યોગથી) માંડીને સમાધિ પર્યત અષ્ટાંગ યોગમાં જીવને ક્રમાનુસાર જ્ઞાન થાય અને આત્માનું ઊર્ધીકરણ થતું જાય એ વિસ્તારથી સમજાવેલું છે.
પહેલો પ્રકાશ આ યોગશાસ્ત્ર મૂળ સંસ્કૃત ભાષામાં અનુષુપ છંદમાં પદ્ય રૂપે રચાયેલું છે. ૧૨ પ્રકાશમાં ૧૦૦૯ શ્લોકો રચાયેલા છે. પ્રથમ પ્રકાશમાં પ્રથમ શ્લોકમાં પૂ. હેમચંદ્રાચાર્ય રાગાદિ શત્રુઓનો સંપૂર્ણ નાશ કરનાર એવા અરિહંત મહા યોગીશ્વર, યોગીઓના નાથ ભગવાન મહાવીરને નમસ્કાર કરી ચંડકૌશિકના જીવન દ્વારા ભગવાન મહાવીરનો સમતાયોગ તેમજ સંગમ દેવના વૃત્તાંતથી ભગવાનની કરુણા સમજાવી છે. અહીં પૂ. હેમચંદ્રાચાર્ય કહે છે કે એમણે શાસ્ત્રોથી, સગુરુની પરંપરાથી અને સ્વાનુભવથી એમ ત્રણ પ્રકારે યોગનો નિર્ણય કરી, યોગશાસ્ત્રની રચના કરી છે. યોગનું મહાભ્ય બતાવતાં કહે છે.
योगः सर्वविपद्वल्ली; विताने परशुः शितः ।
अमूलमंत्र तंत्रं च, कार्मणं निवृत्तिश्रियः ।।५।। યોગ સર્વ પ્રકારના વિપત્તિઓના સમૂહરૂપ વેલડીઓને કાપવા માટે તીક્ષ્ણ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર'
૧૪૯