________________
રૂપે હોય છે. અપૂર્વકરણ એટલે અપૂર્વ એવા શુભ આત્મ-પરિણામ જેના ફળ રૂપે ગ્રંથિભેદ અને સમ્યગદર્શન થાય છે. બીજો સામર્થ્યયોગ – યોગસંન્યાસ યોગ આયોજ્યકરણના ઉત્તરકાળમાં સર્વજ્ઞ પરમાત્માને હોય છે. કેવળી ભગવંત જ્યારે એમનું આયુષ્ય અંતર્મુહૂર્ત જેટલું શેષ રહે છે ત્યારે આયોજ્યકરણ કરે છે.
આયોજ્યકરણ - આ એટલે મર્યાદા, યોજ્ય એટલે જોડવું, કરણ એટલે પ્રયત્ન.
કેવળીભગવંત પોતાના અસાધારણ વીર્યવિશેષ વડે અઘાતી કર્મોને ખપાવવા જે પ્રયત્ન વિશેષ કરે, શુભ યોગોનું પ્રયત્નવિશેષ કરે તે આયોજ્યકરણ. આ આયોજ્યકરણનું ફળ શૈલેશીકરણ છે. મન, વચન અને કાયાના યોગોને અટકાવવા તે યોગનિરોધ કહેવાય છે. તે યોગનિરોધ સ્વરૂપ યોગસંન્યાસ નામના સામર્થ્યયોગમાંથી શૈલેશી અવસ્થાસ્વરૂપ ફળ પ્રગટ થાય છે. શૈલેશી અવસ્થા એ મન-વચન અને કાયા સંબંધી યોગોના સર્વથા અભાવની અવસ્થા છે. આત્મપ્રદેશોની અત્યંત નિષ્પકંપ અવસ્થા છે. એના પછી કેવળી ભગવંત તુરત જ પાંચ હૃસ્વસ્વરના ઉચ્ચારકાળ માત્રમાં જ મુક્તિપદને પ્રાપ્ત કરે છે. આ છેલ્લા સામર્થ્યયોગને આચાર્ય હરિભદ્રસૂરિ ‘અયોગ રૂપે જે યોગ અવસ્થા એવી રીતે વર્ણવે છે. (અહીં અયોગમાં વપરાયેલ યોગ શબ્દનો અર્થ મન-વચનકાયાના યોગો જે કર્મબંધના કારણરૂપ છે. આશ્રવરૂપ છે, તેથી જ તેવા યોગોનો અહીં ત્યાગ કરવામાં આવ્યો છે. જ્યારે પછીના યોગ શબ્દનો અર્થ જે અવસ્થા આત્માને મોક્ષ સાથે જોડી આપે તે યોગ એવો કરેલો છે.)
આઠ દૃષ્ટિ
યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ મુખ્યપણે આઠ દૃષ્ટિઓનું વર્ણન કરે છે જેનાથી આત્માનો વિકાસક્રમ વર્ણવેલો છે. આ આઠ દૃષ્ટિઓ આ ઇચ્છાદિ ત્રિવિધ યોગમાંથી જ ઉત્પન્ન થયેલી છે. એટલે આ ત્રણ યોગોનું સ્વરૂપ સમજાવી આઠ દૃષ્ટિનું સ્વરૂપ સમજાવે છે.
मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा । नामानि योगदृष्टीनां, लक्षणं च निबोधत ।।१३।।
યોગદષ્ટિસમુચ્ચય
૧૧૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)