________________
આઠ દૃષ્ટિઓના સમૂહ એવા ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ ક્રમસર એક એક દૃષ્ટિનું વર્ણન કરે છે જે નીચે પ્રમાણે છે.
૧. મિત્રાદષ્ટિ : પ્રથમ દૃષ્ટિને મિત્રાદષ્ટિ કહ્યું છે. મોક્ષમાર્ગનો પ્રારંભ મુક્તિ પ્રત્યેના અદ્વેષથી આરંભાય છે. જ્યારે અલ્પાંશે પણ મુક્તિનો અદ્વેષ શરૂ થાય છે ત્યારથી યોગની દૃષ્ટિ શરૂ થાય છે. જ્યારે જીવ પ્રથમ યોગદૃષ્ટિમાં આવે છે ત્યારે તેનું વલણ કેવળ ભોગાભિમુખ ન રહેતાં યોગાભિમુખ અને આત્માભિમુખ બને છે. ભવનો ઉદ્વેગ જાગ્યો હોય છે. આ દૃષ્ટિમાં પ્રવેશતા જીવને મંદ-મંદ પણ આત્મબોધ, સમ્યક્ બોધ થયો છે તે આત્માનો આધ્યાત્મિક વિકાસ કરવામાં હિતેચ્છુ, મિત્ર જેવો હોવાથી આ દૃષ્ટિએ મિત્રાદૃષ્ટિ કહેવાય છે.
આ દૃષ્ટિકાળ જે બોધ છે તે તૃણાગ્નિ સમાન છે. અત્યંત મંદ છે. અલ્પ બળવાળો અને અલ્પકાલીન હોય છે. ખેદ દોષનો ત્યાગ થાય છે અને અદ્વેષ ગુણની પ્રાપ્તિ થાય છે. દેવ-ગુરુ-ધર્મનું કાર્ય કરતા ખેદ' (થાક-પરિશ્રમ) થતો નથી. તે કાર્યો કવા વર્ષોલ્લાસ વધતો જ રહે છે. જે આત્માઓ હજુ આ ભૂમિકા સુધી નથી આવ્યા એટલે કે જે દેવ-ગુરુ-ધર્મના કાર્યમાં વર્તતા ન હોય તેમના પ્રત્યે દ્વેષભાવ કે ઘુણાભાવ થતો નથી. અદ્વેષ એટલે કે ઉપેક્ષાવૃત્તિ હોય છે. ‘પાતંજલ યોગમાંનાં આઠ યોગાંગનું પ્રથમ અંગ જે “યમ” છે તે જોવા મળે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે. હિંસા સત્યાગ્નેયબ્રહ્મપરિગ્રહાયHT : ર.૩૦ પા પાતંજલ યોગદર્શન
આ “યમ” એટલે વ્રત અંશથી અથવા સર્વથી બંને રીતે પણ લઈ શકાય છે. તેને અણુવ્રત કે મહાવ્રત કહેવાય છે. આ વ્રતો લેવાથી હિંસા, ચોરી વગેરે પાપોથી અટકી જવાય છે. યોગની યોગ્યતા વધારે પ્રગટે છે અને યોગદશા પ્રાપ્ત કરી શકાય છે.
મિત્રાદષ્ટિમાં રહેલો આત્મા મોક્ષના અવધ્ય કારણ એવા યોગબીજોને પ્રાપ્ત કરે છે. અવધ્ય એટલે અમોઘ, સફળ બને એવાં આ યોગબીજો મોક્ષને આપનાર છે. જેમ બીજને જમીનમાં વાવ્યાં પછી તેને ખાતર, પાણી આપતાં વૃક્ષ બને છે અને કાળાન્તરે તેમાંથી અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે તેમ મિત્રાદષ્ટિમાં આવેલો જીવ યોગનાં બીજ પ્રાપ્ત કરે છે. સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૧૭