________________
ચાર દૃષ્ટિ અપ્રતિપાતી કહેવાય છે. એટલે અધ્યાત્મમાર્ગમાંથી પતન થતું નથી. પાંચમી દૃષ્ટિથી ઉપરની દૃષ્ટિમાં સંપૂર્ણ વિવેક હોય છે. તેથી આ દૃષ્ટિવાળા જીવ ગમે તેવાં અશુભ પરિણામ કરે તોપણ નારકી કે તિર્યંચ ગતિમાં જવા જેવાં અશુભ કર્મ બંધાવવા જેટલાં અશુભ પરિણામ હોતાં નથી.
ચોથી દૃષ્ટિમાં ઉત્થાનદોષ ગયો છે. પણ ભ્રાન્તિદોષ પડ્યો છે. તે તેને સમકિત પામવામાં વિઘ્નરૂપ થાય છે. આ ભ્રાન્તિ કુતર્કના કારણે પેદા થયેલી છે. આ કુતર્કનો ત્યાગ કરી ભ્રાન્તિદોષનું નિરાકરણ કરવાનું આચાર્ય હરિભદ્રસૂરિ અહીં સમજાવે છે.
૫. સ્થિર દષ્ટિ : ભ્રાન્તિદોષ દૂર થતાં જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને જીવ ચોથા ગુણસ્થાનકમાં આવે છે. આ દૃષ્ટિ ચોથા ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે. ચોથાથી ચોદમાં ગુણસ્થાનકનો જીવનો વિકાસ અહીં આચાર્ય હરિભદ્રસૂરિએ પાંચમી સ્થિરાદૃષ્ટિથી અંતિમ પરાષ્ટિ સુધી બતાવ્યો છે. પાંચમી અને છઠ્ઠી દૃષ્ટિમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકવાળા જીવો હોય છે. સાતમી દૃષ્ટિમાં છઠ્ઠી - સાતમાં ગુણસ્થાનકવાળા અને આઠમીમાં સાતમા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકવાળા જીવો હોય છે. स्थिरायां दर्शनं नित्यं, प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनद्यं, सूक्ष्मबोधसमन्वितम् ।।१५४।।
યોગદષ્ટિસમુચ્ચય અર્થ : નિરતિચાર એવી સ્થિરાદૃષ્ટિમાં બોધ નિત્ય (સ્થિર રહેનારો) હોય છે, પ્રત્યાહાર નામનું પાંચમું યોગગ હોય છે. ભ્રમ વિનાનું શાશ્વત દર્શન પ્રાપ્ત થાય છે. તે દર્શન સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે.
અનાદિકાળની અજ્ઞાન અને રાગદ્વેષની અને મોહરૂપી ગ્રંથિ ભેદાયા પછી આ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તેથી આ દૃષ્ટિમાં બોધ રત્નની પ્રભા સમાન કહ્યો છે. દીપકનો પ્રકાશ ઝીણી વસ્તુને બતાવી શકતો નથી અને પવન આવવાથી બુઝાઈ જાય છે. જ્યારે રત્નનો પ્રકાશ એકસરખો સ્થિર હોય છે અને બુઝાતો નથી. તેવી રીતે સ્થિરા દૃષ્ટિમાં હેય-ઉપાદેયનો વિવેક હંમેશાં એકધારો રહે છે અને બોધ અપ્રતિપાતી એટલે બુઝાય નહીં એવો હોય છે માટે જે તત્ત્વદર્શન
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૩૧