________________
આત્મસાત્ થયેલી છે. જેમ ચંદનની સુગંધ સ્વાભાવિક રીતે પ્રસરે છે તેવી જ રીતે આ દૃષ્ટિ પ્રાપ્ત થયેલ યોગીઓની સ્વગુણ રમણતાસ્વરૂપ પ્રવૃત્તિ સહજપણે જ આત્મસાત્ થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી આઠમી પરાષ્ટિની સક્ઝાયમાં આ જ વાત કહે છે –
ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવષે જી, આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજગુણ લેખે જી પીરા
આ દૃષ્ટિમાં યોગી નિરાચારપગવાળા અને અતિચારથી રહિત હોય છે. પ્રતિક્રમણાદિરૂપ બાહ્ય આચારનો અભાવ હોવાથી નિરાચાર પદવાળા હોય છે તથા અતિચારના કારણનો અભાવ હોવાથી અતિચારરહિત હોય છે. આચારથી જીતવા યોગ્ય કર્મનો અભાવ વર્તે છે. યોગસાધના માટે જે આચાર જરૂરી હતા તે સિદ્ધયોગી બનવાથી જરૂરી ન રહ્યા. હવે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં પ્રવર્તે છે. પર્વતના અંતિમ શિખર પર પહોંચેલાને જેમ આરોહણક્રિયાનો અભાવ હોય તેમ અધ્યાત્મનીટોચને પામેલાને(પહોંચેલાને) આરોહણક્રિયાના અભાવની જેમ પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયાનો અભાવ હોય છે.
આ આઠમી અને અંતિમ પરાષ્ટિમાં રહેલ યોગીક્ષપક શ્રેણીદ્વારા ક્ષયોપશમ ભાવના જે ક્ષમાદિ ગુણો છે તેનો ત્યાગ થાય છે અને એના દ્વારા અંતે આત્મા ક્ષાયિકભાવના ગુણોને પ્રાપ્ત કરે છે, ધર્મસંન્યાસ યોગને પ્રાપ્ત કરે છે. બીજા અપૂર્વકરણકાળે ધર્મસંન્યાસ યોગ વર્તે છે. અપૂર્વકરણ બે પ્રકારનું છે. સમ્યકત્વની પ્રાપ્તિ વખતે એટલે ગ્રંથિભેદ કરવાના કાળે જે અપૂર્વકરણ કરવામાં આવે તે પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે. અને શ્રેણીમાં આઠમા ગુણસ્થાનકરૂપ જે અપૂર્વકરણ છે તે બીજું અપૂર્વકરણ છે. આ બીજા અપૂર્વકરણમાં ધર્મસંન્યાસના વિનિયોગ વડે કદી પણ નાશ ન પામનાર એવી કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. જ્ઞાનાવરણીય આદિ ચારે ઘાતકર્મોનો ક્ષય થાય છે. શ્રેણીની સમાપ્તિ થાય છે. અને આ જીવ ભાવલક્ષ્મી પ્રાપ્ત કરી સર્વજ્ઞ બને છે. ચારે ઘાતકર્મોનો ક્ષય થવાથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય વગેરે જે આત્મગુણો છે તે સર્વ ગુણો પ્રગટ થાય છે.
આવી રીતે તેરમા ગુણસ્થાને પહોંચેલા મહાત્મા પોતાના પુણ્યોદય પ્રમાણે અને શ્રોતાવર્ગની યોગ્યતા અનુસાર કોઈ જીવને સમ્યકત્વ પમાડવા રૂપે, કોઈને
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ