________________
આચાર્ય હરિભદ્રસૂરિએ આ દૃષ્ટિના બોધને સૂર્યની પ્રજાની ઉપમા આપી છે.પ્ર એટલે પ્રકૃષ્ટ અને ભા એટલે તેજ. આ દષ્ટિમાં સૂર્યની પ્રભા તુલ્ય પ્રકૃષ્ટ જ્ઞાનનો પ્રકાશ હોય છે. છઠ્ઠી દષ્ટિમાં જ્ઞાન તારાની પ્રભા જેવું હતું. તેના કરતાં અનેકગણો તેજસ્વી અને પ્રભાવશાળી બોધ પ્રભાષ્ટિમાં હોય છે. સૂર્યના પ્રકાશમાં જેમ જગતના સર્વ પદાર્થોનું દર્શન થાય છે તેમ આ દૃષ્ટિમાં સર્વ પદાર્થનું શાસ્ત્રના અનુસારે યથાર્થ દર્શન થાય છે.
સૂર્યની પ્રભા જેવો પ્રકૃષ્ટ બોધ નિરંતર ધ્યાનનો જ મુખ્ય હેતુ બને છે. છઠ્ઠી દૃષ્ટિમાં ધારણા હતી. અહીં ધ્યાન નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે. ધારણામાંથી ધ્યાન આવે છે.
તત્ર પ્રત્યચેતીનતા ધ્યાનમ્ Tરૂ.૨ાા પાતંજલ યોગસૂત્ર
અર્થ : ધારણાના વિષયમાં મનના ઉપયોગની સ્થિરતા એ ધ્યાન છે. ધ્યેયરૂપ પદાર્થનું સતત અવિસ્મરણ તે જ ધ્યાન.
સૂક્ષ્મ ઉપયોગપૂર્વકનું ચિંતન, સ્થિર અધ્યવસાન તે ધ્યાન કહેવાય છે. આ દૃષ્ટિમાં જીવોને સતત ધ્યાન અને ધ્યાનના કારણભૂત એવાં ચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા હોય છે. તેઓ ચોવીસમાંથી એકવીસ કલાક કાઉસગ્ગ ધ્યાનમાં રહે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી નિર્મળ બોધ ઉત્પન્ન થવાથી હંમેશાં ધ્યાનદશા જ હોય છે. આ દૃષ્ટિમાં ધ્યાનના પ્રભાવે અપૂર્વ આત્મિક સુખ હોય છે. ધ્યાનના પ્રભાવથી પેદા થયેલું નિર્વિકલ્પ ઉપશમનું સુખ હોય છે. નિર્વિકલ્પ ધ્યાનાનંદમાં મસ્ત યોગીને પાંચ ઇન્દ્રિયોના વિષયોની અસર થતી નથી. આ સુખ સ્વ-પર, જડ અને ચેતનના ભેદજ્ઞાનરૂપી વિવેક દ્વારા પ્રગટે છે. (જડ અને ચેતનનું ભેદ એ સાચો વિવેક છે.) તેથી જ તે સુખ હંમેશાં સમતાની પ્રધાનતાવાળું હોય છે. કારણ કે વિવેકનું ફળ સમતા છે.
આ દૃષ્ટિમાં અસંગ અનુષ્ઠાન નામનું સત્યવૃત્તિપદ હોય છે. સતુ એટલે તત્ત્વના માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારું પદ, તાત્ત્વિક માર્ગમાં જે અસંગ અનુષ્ઠાન છે તેને યોગી પુરુષો સત્યવૃત્તિપદ કહે છે. આ નિર્વાણમાર્ગમાં પ્રયાણ કરાવનારું તેમજ શાશ્વત એવા મોક્ષપદને પ્રાપ્ત કરાવનારું છે. શાસ્ત્રોમાં અનુષ્ઠાનો ચાર પ્રકારના કહ્યા છે : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ. આ ચાર પ્રકારના
૧૩૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )