________________
આ આઠ યોગદૃષ્ટિઓ અનુક્રમે : મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એમ છે.
અહીં આચાર્ય હરિભદ્રસૂરિ દૃષ્ટિ શબ્દનો અર્થ સમજાવે છે.सच्छ्रध्दासगतो बोधो, दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात्, सत्प्रवृत्तिपदावह ।।१७।।
યોગદષ્ટિસમુચ્ચય સમ્યમ્ એવો શ્રદ્ધાથી યુક્ત જે બોધ તે યોગની દૃષ્ટિ છે. આ બોધ અસત્ પ્રવૃત્તિને અટકાવનારો હોય છે.
ઉપાધ્યાય યશોવિજયજી વીસમી યોગાવતાર દ્વાáિશિકામાં આ જ વાત કહે છે –
सच्छ्रध्दासङ्गतो बोधो दृष्टिः सा चाऽष्टधोदिता । मित्रा तारा बला दीप्रा स्थिरा कान्ता प्रभा परा ।।२०.२५।।
યોગાવતારકાત્રિશિકા યોગની આ આઠેય દૃષ્ટિ આત્માના ઉત્તરોત્તર વિકાસની ભૂમિકા દર્શાવે છે. જેમ જેમ જીવનો બોધ વધતો જાય છે, તેમ તેમ તે પ્રવૃત્તિમાં વધુ ને વધુ પ્રવર્તન કરતો જાય છે. પહેલી ચાર દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્ય એટલે મિથ્યાત્વનો ક્રમસર ત્યાગ કરતો જીવ પાંચમી દષ્ટિમાં વેદ્યસંવેદ્યપદ એટલે સમ્યકત્વને પામે છે. અહીં આચાર્ય હરિભદ્રસૂરિએ ‘અવેદ્યસંવેદ્યપદ' આ શબ્દ વાપર્યો છે જેને મિથ્યાત્વ કહ્યું છે.
વેદ્ય એટલે વેદવા યોગ્ય, અનુભવવા યોગ્ય. સંવેદ્ય એટલે સંવેદન થવું, અનુભવ થવો.
વેદ્યસંવેદ્યપદ - જે વસ્તુ જેવી (હેય અથવા ઉપાદેય) તે વસ્તુનું તેવું સંવેદન થવું તે વેદ્યસંવેદ્યપદ. આત્માને કષાયરહિત પરિણામ વેદન કરવાયોગ્ય છે અને કષાયભાવો વેદવા યોગ્ય નથી. પહેલી ચાર દૃષ્ટિમાં કષાયતત્ત્વો જે આત્માના શુદ્ધ સ્વરૂપમાં નથી તે કષાયને જીવ ઓછા-વધુ અંશોમાં વેદે છે. જ્યારે જીવ કષાયનો અનુભવ કરે છે ત્યારે સ્વરૂપનો અનુભવ કરતો નથી. વિષયો હેય છે,
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૧૫