________________
મુક્તિદાયક બધી ધર્મક્રિયા બહુમાનપૂર્વક અને વર્ષોલ્લાસથી કરે છે.
આ દૃષ્ટિમાં ધર્મતત્ત્વ પ્રત્યે જિજ્ઞાસા ગુણ પ્રાપ્ત થાય છે. આત્માનું હિત કરે એવું ધર્મતત્ત્વ જાણવાની ઉત્કંઠા, ઇચ્છા થાય છે. તત્ત્વજિજ્ઞાસાના કારણે યોગના અથવા યોગમાર્ગને દેખાડે એવા ગ્રંથોમાં (વિશેષ) અત્યંત રસ હોય છે. જેથી યોગને જેમણે પોતાના જીવનમાં વણી લીધો છે એવા યોગીપુરુષો પ્રત્યે બહુમાન ભાવ પ્રગટે છે. અને કોઈ પણ જાતની ભૌતિક અપેક્ષા વગર આવા યોગી-મહાત્માઓની પોતાની શક્તિ અનુસાર આદર, બહુમાનપૂર્વક સેવાભક્તિ કરે છે. આવા શુભભાવપૂર્વક કરાતી ભક્તિ એ જ યોગની વૃદ્ધિનું કારણ બને છે. અર્થાત્ મોક્ષમાર્ગમાં ઉત્તરોત્તર આગળ વધારનાર બને છે. એટલે અહીં જીવ માર્ગાનુસારી કહેવાય છે.
(૩) બલાદૃષ્ટિ : બલાદષ્ટિમાં બોધ કાષ્ઠના અગ્નિકણ સમાન હોય છે. જે મિત્રો અને તારા આ બે દૃષ્ટિ કરતાં અધિક પ્રકાશવાળો, લાંબો સમય ટકનારો અને અધિક સામર્થ્યવાળો હોય છે. મોક્ષમાર્ગ જ ઉપાદેય છે. સંસાર આખો હેય છે આવું સબળ પ્રણિધાન આ દૃષ્ટિમાં હોય છે. સ્થિરતાવાળું ચિત્ત હોવાથી સ્થિર અને સુખાકારી એવું આસન નામનું ત્રીજું યોગાંગ હોય છે. આસન એટલે બેસવાની મુદ્રા. ‘પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે -
સ્થિરં સુરમ્ માસનમ્ ાર.૪૬પાતંજલ યોગસૂત્ર
યોગસાધના કરતી વખતે યોગી એક જ આસનમાં લાંબો સમય આકુળતા વગર સ્થિરતાપૂર્વક શાંત ચિત્તે એકાગ્રપૂર્વક બેસી શકે છે. આ દૃષ્ટિમાં મેમદોષ નષ્ટ થાય છે. અને તત્ત્વશુશ્રુષા નામનો ગુણ પ્રગટે છે. ક્ષેમદોષ એટલે ધર્મકાર્ય કરતી વખતે ચિત્તનું સાંસારિક વિષયોમાં જવું. આ ક્ષેમદોષ યોગમાર્ગમાં વિક્ષેપ ઉભો કરે છે. તેના આધ્યાત્મિક વિકાસમાં અંતરાય નાખે છે. બલાદૃષ્ટિવાળા જીવનું ચિત્ત પદોષ રહિત હોય છે. સામાયિક - પ્રતિક્રમણ – પ્રભુભક્તિ આદિ બધા ધર્માનુષ્ઠાનો કોઈ પણ વિક્ષેપ વિના, ભાવપૂર્વક કરે છે.
સંસારના ભોગોમાં થયેલ હેયબુદ્ધિ ટકી રહે છે અને યોગમાર્ગ તરફ જે ઉપાદેય બુદ્ધિ થઈ છે એના સંસ્કાર વધુ મજબૂત બને છે. તેથી અશુભનો અનુબંધ નબળો પડે છે અને શુભનો અનુબંધ ગાઢ એટલે કે મજબૂત થાય છે. ધર્મમાર્ગમાં
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
૧૨૪