________________
યોગદષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
પ્રસ્તાવના :
૧૪૪૪ ગ્રંથના રચયિતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનો ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ દરેક યોગવિષયક ગ્રંથોમાં પ્રવેશ કરવા માટે દ્વારરૂપ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ લગભગ દરેક દર્શનના યોગ-ગ્રંથોનું ઊંડું ચિંતન-મનન કરી તે બધાના સારરૂપ અને સમન્વયરૂપ આ ગ્રંથની રચના કરી છે. આ યોગગ્રંથમાં આત્મસાધનાનો, જીવના આધ્યાત્મિક વિકાસનો સુંદર માર્ગ બતાવ્યો છે. યોગમાર્ગની સાધના દ્વારા મુક્તિપદની પ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે.
સંસારમાં રખડતા આત્માને મોક્ષ સાથે જોડનાર પ્રવૃત્તિને યોગ કહેવાય છે. આ વ્યાખ્યા આચાર્ય હરિભદ્રસૂરિએ આપી છે. અને યોગમાર્ગ એટલે જે માર્ગથી મોક્ષ પ્રાપ્ત થાય તે માર્ગ.
મોક્ષનું મૂળભૂત કારણ છે - સમ્યગુ બોધ. તે બોધને અહીં દૃષ્ટિ કહેવામાં આવ્યો છે. એટલે મોક્ષમાર્ગને અનુસરતી જે દૃષ્ટિ, જે બોધ તે યોગદૃષ્ટિ. બોધ બે પ્રકારના હોય છે. સત્શ્રદ્ધાયુક્ત જે બોધ તેને યોગદૃષ્ટિ કહેવાય છે અને સત્શ્રદ્ધા વિનાનો બોધ એને ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ સત્શ્રદ્ધાયુક્ત બોધનું કાર્ય છે જીવનો