________________
પ્રગટવાથી આત્માનો જે ક્રમિક વિકાસ થાય છે એ ૧૪ ગુણસ્થાનના માધ્યમથી સમજાવેલો છે. આત્મામાં જ્ઞાનાદિ અનંત ગુણો રહેલા છે. પણ તેમના પર કર્મોનું આવરણ છે. જેમ જેમ આ કર્મોનું આવરણ ખસતું જાય છે તેમ તેમ આત્મામાં જ્ઞાનાદિ ગુણો પ્રગટતા જાય છે. અને આત્મા વિકાસના પંથે આગળ વધતો જાય છે. તે જ એનો આધ્યાત્મિક વિકાસ છે. આવી રીતે આગળ વધતાં અંતે તે મુક્તિને પ્રાપ્ત કરે છે. આ આધ્યાત્મિક વિકાસ ક્રમિક છે જેની અલગ અલગ અવસ્થાઓ છે. આ અવસ્થાઓનું જૈન શાસ્ત્રમાં ચૌદ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. આને જ ચોદ ગુણસ્થાન કહેવાય છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે
'(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતસમ્યગ્દષ્ટિ (૫) દેશવિરતિ (૬) સર્વવિરતિ (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ (૯)અનિવૃત્તિનાદરકરણ (૧૦) સૂકમ-સપરાય (૧૧) ઉપશાંત-મોહ (૧૨) ક્ષીણ-મોહ (૧૩) સંયોગી કેવળી (૧૪) અયોગી કેવળી
જેવી રીતે ગુણોની તરતમતાની અપેક્ષાએ ગુણસ્થાનક ચૌદ છે તેવી રીતે બોધની તરતમતાની દૃષ્ટિએ દૃષ્ટિઓ આઠ છે. ચૌદ ગુણસ્થાનકમાં આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ પહેલા ગુણસ્થાનથી થાય છે અને ચૌદમા ગુણસ્થાને પૂર્ણતાને પામે છે તેમ યોગદૃષ્ટિમાં આધ્યાત્મિક વિકાસ પ્રથમ મિત્રા-દૃષ્ટિથી ચાલુ થાય છે. શાસ્ત્રમાં જે પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાન છે, તે મિત્રાદષ્ટિથી એનો પ્રારંભ થઈ ચોથી દીપ્રાદષ્ટિસુધી પ્રથમ ગુણસ્થાન હોય છે. દીપ્રાનું પ્રથમ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ ગુણસ્થાનક હોય છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વનો અંશ હોવાથી સમ્યગુદર્શનની પ્રાપ્તિ નથી. કારણ કે સૂક્ષ્મ બોધ નથી. પ્રથમની ચાર દૃષ્ટિમાં યોગ નથી પણ યોગ બીજો છે.
ઉત્તરોત્તર દૃષ્ટિમાં આ યોગબીજોની ક્રમિક વૃદ્ધિ થાય છે. પાંચમી સ્થિરાદૃષ્ટિમાં સૂક્ષ્મ બોધની પ્રાપ્તિ થાય છે. આ દષ્ટિ પ્રાપ્ત કરેલ જીવો અજ્ઞાન અને મોહરૂપી ગ્રંથિનો ભેદ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને ચોથા ગુણસ્થાનકે હોય છે. દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ છઠ્ઠી દૃષ્ટિમાં હોય છે. અહીં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્યની ભાવના હોય છે અને ચારિત્રપાલન
‘યોગદષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૦૯