________________
સ્થાનાદિ યોગવિષયક ઇચ્છાયોગ પ્રગટે છે. આમ ઇચ્છા વગેરે યોગ પ્રત્યે મુખ્ય કારણ આ ક્ષયોપશમ જ હોવાથી જે સાધકને જેટલો ક્ષયોપશમ પ્રગટ્યો હોય તેટલા પ્રમાણમાં ઇચ્છા વગેરે યોગ પ્રાપ્ત થાય છે ને એના કારણે એની મોક્ષમાર્ગ પર પ્રવૃત્તિ ચાલુ રહે છે. આવો શ્રદ્ધાદિજન્ય અને ઇચ્છાદિયોગનો જનક એવો આ ક્ષયોપશમ સંપન્ન થવામાં અનેક ઘટકો ભાગ ભજવે છે; જેમ કે મોહનીયનો ક્ષયોપશમ, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, વિર્યાન્તરાયનો ક્ષયોપશમ.
આવી રીતે ઇચ્છાદિ યોગોનાં જુદાં જુદાં કારણોને સમજાવી આચાર્ય હરિભદ્રસૂરિ તેમનાં કાર્ય કહે છે
अणुकंपा निव्वेओ, संवेगो होइ तह्य पसमु त्ति । પuff AUTHવા, રૂછાઇ નહી રë પાટા યોગવિંશિકા
અર્થ : અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ એ ચાર ઇચ્છાદિ યોગનાં કાર્ય છે.
અનુકંપા : દ્રવ્યથી અને ભાવથી યથાશક્તિ દુઃખિત જીવોના દુઃખ દૂર કરવાની ઇચ્છા. પોતાની શક્તિપણે દુઃખ દૂર કરવાની ઇચ્છા એ દ્રવ્ય અનુકંપા અને આ સંસારમાંથી છોડાવી મુક્તિની પ્રાપ્તિ તેને કેમ થાઓ એ ભાવ અનુકંપા. આથી જ શક્તિને અનુરૂપ મુનિ બાહ્ય રીતે ષકાયના પાલનમાં યત્ન કરે છે. ત્યારે દ્રવ્યથી કોઈ પણ જીવને દુ:ખ ન થાય તે પ્રકારનો પ્રયત્ન હોય છે. અને મુનિ ઉપદેશ આપે છે ત્યારે સંસારી જીવોને આ ચોર્યાસી લાખ જીવાયોનિના ફેરામાંથી મુક્તિ અપાવવાની ભાવ અનુકંપા હોય છે.
નિર્વેદ : સંસારની અસારતા-નિર્ગુણતાનો ભાવ થવાથી આ સંસારરૂપ બંદીખાનાથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા.
સંવેગ : મોક્ષનો અભિલાષ, દેવોના ભોગ પણ અંતે નાશવંત હોય છે, પરમ સુખનું ધામ મોક્ષ જ છે માટે તેને મેળવવા પરમ પુરુષ પ્રણીત જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીને આરાધવાની પ્રવૃત્તિ એ સંવેગ.
ઉપશમઃ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, વિષયરૂપી તૃષ્ણા આદિ મોહનીયનો ઉપશમ કરવો ને કષાયોને દબાવવા તે પ્રશમ.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન