________________
આ પ્રમાણે અનુકંપા ઇચ્છાયોગનું કાર્ય છે. નિર્વેદ પ્રવૃત્તિયોગનું કાર્ય છે. સંવેગ સ્થિરયોગનું કાર્ય છે અને પ્રથમ સિદ્ધિયોગનું કાર્ય છે. દેશ કે સર્વવિરતિધરને જ્યારે ઇચ્છાયોગ વર્તતો હોય ત્યારે અનુકંપા વિશેષ હોય છે. પ્રવૃત્તિયોગ વર્તતો હોય ત્યારે નિર્વેદ વિશેષ હોય છે. સ્થિર યોગ વર્તતો હોય ત્યારે સંવેગ વિશેષ હોય છે અને સિદ્ધિયોગ હોય ત્યારે ઉપશમ વિશેષ હોય છે.
આવી રીતે હેતુભેદે અને કાર્યભેદે ઇચ્છાદિ ભેદનું વિવેચન કર્યું છે. સામાન્યથી યોગ સ્થાનાદિ પાંચ ભેદવાળો છે. (યોગના સ્થાન, ઉષ્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એમ પાંચ ભેદ બતાવ્યા છે. એ પાંચને ઇચ્છા, પ્રીતિ, સ્વૈર્ય અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદ ગુણતાં વીસ ભેદ થાય છે તે વીસ ભેદને ઇચ્છાદિરૂપ પ્રતિભેદથી ગુણતાં એંશી ભેદ થાય છે.
યોગવિંશિકા ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ આવી રીતે યોગના સાધકોને યોગતત્ત્વ સમજાવી ચૈત્યવદનનું દૃષ્ટાંત આપે છે. ચૈત્યવંદનની ક્રિયામાં જ્યારે સ્થાન, ઉર્ણ, અર્થ અને આલંબન આ ચારેય યોગો પ્રવર્તતા હોય ત્યારે તે ભાવ ચૈત્યવંદન છે અને તે અમૃત અનુષ્ઠાનરૂપ હોવાના કારણે નિર્વાણ ફળ આપનાર છે. જ્યારે સ્થાન અને ઉર્ણ યોગ વર્તતો હોય અને અર્થ અને આલંબનની તીવ્ર સ્પૃહા હોવા છતાં અર્થ અને આલંબનયોગમાં ઉપયોગ ન રહી શકતો હોય તે દ્રવ્ય ચૈત્યવંદન છે. અર્થાત્ તહેતુ અનુષ્ઠાનરૂપ છે. અને જ્યારે સ્થાનાદિ ચારેયમાં યત્ન હોતો નથી અને કેવલ મન, વચન અને કાયાથી ચૈત્યવંદનની ક્રિયા માત્ર કરાય છે તે સર્વ ચૈત્યવંદનની અપ્રધાન દ્રવ્ય ક્રિયા છે તે મોક્ષફલદાયક નથી પણ મહામૃષાવાદરૂપ છે.
ચૈત્યવંદનની ક્રિયામાં આ જ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહે છે, “અરિહંત ચેઈયાણ કરેમિ કાઉસગ્ગ વગેરે સૂત્રમાં જે પ્રમાણે શાસ્ત્રોક્ત હોય એ પ્રકારે અર્થાત્ ઉચ્ચારાતા સ્વર, સંપદા-માત્રાદિથી શુદ્ધ એવા સ્પષ્ટ વર્ણોની આનુપૂર્વીથી યથાર્થ પદજ્ઞાન શ્રદ્ધાયુક્તને થાય છે. આવા પરિશુદ્ધ પદજ્ઞાનથી જ્યારે વ્યક્તિનો ઉપયોગ સૂત્રોના અર્થમાં વર્તતો હોય અને તીર્થંકર પરમાત્માના આલંબનનો યત્ન હોય ત્યારે તે ભાવ ચૈત્યવંદન હોય છે અને અવશ્ય મોક્ષફલ દેનારું હોય છે. જે જીવોમાં અર્થ અને આલંબનનો અભાવ હોય છતાં સ્થાનાદિમાં પ્રયત્નશીલ
૯૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની