________________
एयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव । तत्तो अजोगजोगो कमेण परमं च निव्वाणं ।।२०।।
યોગવિશિંકા નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થતાં યોગી મોહનો ક્ષય કરે છે. અને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી કેવળજ્ઞાન થાય છે. એના ફળસ્વરૂપે અયોગનો યોગ થાય છે અને ક્રમે કરીને પરમ નિર્વાણ પ્રાપ્ત થાય છે.
અપ્રમત્ત યોગી મુનિવરોને આઠમા ગુણસ્થાનથી સામર્થ્યયોગ અને નિરાલંબન ધ્યાન પ્રવર્તે છે. એના દ્વારા મોહનો ક્ષય કરતાં કરતાં યોગી સામર્થ્યયોગના બળ વડે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય અને ક્ષીણમોહ ગુણસ્થાન સુધી સંપકભાવ શ્રેણીમાં ચઢી મોહનો સંપૂર્ણ ક્ષય કરે છે. અધ્યાત્મભાવની આ પરિણતિને યોગદર્શનકાર મુનિ પતંજલિ સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. એમના ગ્રંથ “યોગસૂત્ર'માં પતંજલિ ઋષિ લખે છે
અર્થ : આત્મદ્રવ્ય વિષે વિશેષ પ્રકારના તર્કરૂપ વિચારો વડે જે અદ્ભુત આનંદ અને સ્થિરતારૂપ જ્ઞાનનો અનુભવ થાય છે તે સંપ્રજ્ઞાત સમાધિ છે.
સં = સમ્યક્ - યથાવત્, પ્ર= પ્રકર્ષ - સવિતર્કનિશ્ચયાત્મકત્વ ક્ષપક શ્રેણી દરમ્યાન વિશેષ પ્રકારના તર્ક-વિચારરૂપ આત્માના જ્ઞાનાદિ પર્યાયો અને દ્વીપ, સમુદ્રો વગેરે પદાર્થોનું સમ્યક્ રીતે એટલે (યથાવત્ - જેવા છે તેવા) જ્ઞાન થાય છે. ત્યારપછી કેવળજ્ઞાન થાય છે. અન્ય દર્શનકારો એને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. કારણ કે કેવળજ્ઞાન થયે (મતિશ્રુતજ્ઞાનાત્મક) ઇન્દ્રિય અને મનોજન્ય જે વૃત્તિઓ તેનો નિરોધ થાય છે અને આત્માને પોતાનો વૃત્તિરહિત નિર્મળ સ્વભાવ પ્રાપ્ત થાય છે. જેન સિદ્ધાંત પ્રમાણે અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની કહી છે. એક સંયોગી કેવળી સંબંધી, બીજી અયોગી કેવળી સંબંધી. પ્રથમ સંયોગી કેવળીને સંકલ્પ-વિકલ્પ જ્ઞાનરૂપ જે મનની વૃત્તિઓ છે તેનો સર્વથા ઉચ્છેદ થાય છે. આ સંયોગી કેવળી અવસ્થાને ઋષિ પતંજલિ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. આ જ વાત ‘યોગબિંદૂ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ જણાવતાં કહે છે –
असंप्रज्ञात एषोऽपि, समाधिर्गीयते परैः । निरुद्धाशेषवृत्त्यादि, तत्स्वरुपानुवेधतः ।।४२१।।
યોગબિંદુ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૯૫