________________
અસંગ : અસંગાનુષ્ઠાનમાં જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થાય છે ત્યાં વચનનું પ્રતિસંધાન હોતું નથી. પૂર્વમાં જે વચનના સ્મરણપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરેલી તેના જ ગાઢ સંસ્કારો વડે જ ચંદનમાં જેમ સહજ ભાવે સુગંધ રહે છે એમ તેઓના જીવની સહજ પ્રકૃતિ રૂપે ઉચિત પ્રવૃત્તિ કરવાની પરિણતિ હોય છે. આવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિનું સેવન અપ્રમાદી જિનકલ્પી સાધુઓમાં હોય છે એને અસંગાનુષ્ઠાન કહેવાય છે. અહીં કુંભારના ચક્ર અને દંડનું દૃષ્ટાંત આપે છે. જેમ પ્રથમ કુંભાર ચક્રને દંડથી ભમાવે છે. પછી તે ચક્ર પૂર્વે આપેલા ભ્રમણના સંસ્કારથી ભમ્યા જ કરે છે તેમ જિનકલ્પી અપ્રમાદી સાધુઓને સંસ્કારના બળથી શાસ્ત્રના પાઠ સાંભળ્યા વિના પૂર્વના સંસ્કારથી જ સ્ફુરણાયમાન થાય છે.
આ ચોથું અસંગાનુષ્ઠાન જ આગળ વધતાં અનાલંબન યોગસ્વરૂપ બને છે. ‘યોગવિંશિકા’ ગ્રંથમાં યોગના ભેદ-પ્રભેદ બતાવી એંશી ભેદ બતાવ્યા છે. સ્થાન, ઉર્દુ, અર્થ, આલંબન અને નિરાલંબન એમ પાંચ ભેદને ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદથી ગુણતાં વીસ ભેદ થાય છે. તે વીસ ભેદને પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ ચાર અનુષ્ઠાનથી ગુણતાં એંસી ભેદ થાય છે.
હવે અંતમાં આચાર્ય હરિભદ્રસૂરિ આલંબનના સ્વરૂપથી અનાલંબનનું સ્વરૂપ બતાવતાં કહે છે -
1
आलंबणं पि एवं, रुविमरुवी य इत्थ परमुत्ति ।
તશુળ પરિાવો, મુઝુમો સારુંનો નામ ।।શ્।। યોગવિંશિકા
આ આલંબન બે પ્રકા૨નું છે : રૂપી અને અરૂપી. રૂપી આલંબન એટલે સમવસરણમાં રહેલા શ્રી જિનેશ્વર ભગવાનનું રૂપ અને બીજું અરૂપી આલંબન એટલે સિદ્ધાત્મકરૂપ અરૂપી આલંબન પરમાત્માનું સ્વરૂપ અરૂપી છે. તે આલંબનના વિષયભૂત એવા પરમાત્માના કેવળજ્ઞાન, કેવળદર્શન વગેરે જે ગુણો છે એ ગુણોની સાથે ધ્યાન ક૨વાથી સમાપત્તિસ્વરૂપ પરિણતિથી સૂક્ષ્મ અનાલંબનયોગ પ્રાપ્ત થાય છે.
હરિભદ્રસૂરિ ‘ષોડશક ગ્રંથ’ના ચૌદમાં ષોડશકમાં આ ધ્યાનયોગનો અધિકા૨ વર્ણવતાં કહે છે
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૯૩