________________
જે આરાધના થાય તે અમૃત અનુષ્ઠાન બને છે. જીવ ચરમાવર્તમાં યોગનો હેતુ બને છે. અચરમાવર્તમાં નથી બનતો.
આવા ઉત્તમલક્ષણયુક્ત જીવને પૂર્વસેવાના પ્રારંભથી જ યોગ હોય છે એમ અન્ય દર્શનના પંડિતો કહે છે. તેમજ યોગશાસ્ત્રકાર ગોપેંદ્ર પણ કહ્યું છે.
આચાર્ય હરિભદ્રસૂરિ “યોગબિંદુ માં કહે છે.योजनाद्योग इत्युक्तो, मोक्षेण मुनिसत्तमैः । स निवृत्ताधिकारयां, प्रकृतौ लेशतो ध्रुवः ।।२०१।।
યોગબિંદુ અર્થ : જે મુક્તિ સાથે આત્માનું યોજન કરે તે યોગ. આવી રીતે યોગનું લક્ષણ મહર્ષિઓ જણાવે છે. મોક્ષની સાથે એટલે સર્વ કર્મના ક્ષયરૂપ નિર્વાણપદની સાથે જે જપ, તપ, અનુષ્ઠાન સંબંધ કરાવે એટલે જ મોક્ષ તરફ ગમન કરાવે એવી જે સર્વશ્રેષ્ઠ ક્રિયા કે અનુષ્ઠાન હોય તેને યોગ કહેવાય તેમ મુનીશ્વરોમાં પરમ શ્રેષ્ઠ તીર્થકર, ગણધર જણાવે છે. જે આત્માનું મોક્ષ સાથે યોજન કરે એટલે જડ તત્ત્વરૂપ પ્રકૃતિથી સર્વથા વિયોજન કરે તે યોગ કહેવાય.
આત્માથી પ્રકૃતિનો એક અંશ નાશ પામતાં યથાપ્રવૃત્તિકરણ તથા અપૂર્વકરણ વડે સંસારના બીજભૂત રાગદ્વેષની ગાંઠ ભેદતાં તે મોક્ષગમન માટે પ્રારંભમાં યોગના અંશરૂપ સમ્યક્ દર્શનની પ્રાપ્તિ કરે છે. તેથી તે આત્મા અપુનબંધકતાને પામે છે. પ્રકૃતિ સાથે વિયોજન થાય એટલે જ આત્મા સાથે અનાદિકાળથી રાગ, દ્વેષ, મોહ વગેરે કર્મપ્રકૃતિનો નવા કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો સ્વભાવ નષ્ટ થતાં પ્રતિસોતરૂપ આત્માનાં દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ યોગનો પ્રભાવ આત્માનુભવમાં જોડાવાથી તે આત્મા યોગનો અધિકારી બને છે. આવો આત્મા જેણે રાગદ્વેષના નિરંતર પરિણામવાળી આત્માની ચિત્તવૃત્તિરૂપ મોહની ગ્રંથીનો ભેદ કર્યો છે એ નિરંતર મોક્ષનું ધ્યેય અંતઃકરણમાં રાખી તપ, જપ, સંયમ, ધ્યાન, સમાધિમાં ચિત્તને જોડે છે. સંસાર સંબંધી પણ જે ક્રિયાઓ કરે છે ત્યારે પણ અવ્યક્તપણે મોક્ષની ઇચ્છા રહેલી હોય છે. આવા સમ્યગ્દષ્ટિ જીવનું ચિત્ત ધર્મ કે સંસાર કોઈ પણ પ્રવૃત્તિમાં એક ક્ષણ વાર પણ મોક્ષની આકાંક્ષાથી
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન