________________
નિરોધ, કુશલ પ્રવૃત્તિ, મોક્ષ સાથે સંબંધ કરાવવો આ ભિન્ન ભિન્ન કોટીના બધા જીવોના અનુષ્ઠાનમાં ઘટે છે. યોગનાં આ ત્રણ લક્ષણોમાં પહેલું ચિત્તવૃતિનિરોધ એ પાતંજલ યોગદર્શન સંમત છે. યોશ્ચત્તવૃત્તિનિરોધ: ૨.૨ાા સમાધિપાદ, પાતંજલ યોગસૂત્ર અર્થ : ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહેવાય છે.
બીજું કુશલ પ્રવૃત્તિ એ બોદ્ધ લક્ષણ છે. અને મોક્ષનો સંયોગ એ જેન લક્ષણ છે. ત્રણેની શાબ્દિક રચનામાં ફરક છે. પણ અંતિમ તાત્પર્યમાં ભેદ નથી. પાતંજલ સૂત્ર ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહે છે ત્યારે તે મુખ્યપણે ચિત્તવૃત્તિગત ક્લેશોના નિરોધને યોગ કહી સંપ્રજ્ઞાત યોગને દર્શાવે છે. અને ક્લેશના બીજરહિત સર્વવૃત્તિઓના નિરોધને પણ યોગ કહે છે ત્યારે અસંપ્રજ્ઞાત યોગને દર્શાવે છે. એવી જ રીતે બૌદ્ધ પરંપરા કુશલ પ્રવૃત્તિને યોગ તરીકે વર્ણવે છે. ત્યારે તે પાતંજલ લક્ષણ પ્રમાણે વિશુદ્ધ ચિત્તસ્થિતિમાંથી ઉદ્ભવતા કુશલ સર્વ હિતકારી ને વિવેકી જીવનધર્મને દર્શાવે છે. જૈન દર્શન અનેકાંતવાદી છે એટલે જૈનસંમત લક્ષણ ઉપરનાં બન્ને લક્ષણોને સમાવતાં કહે છે કે જે મોક્ષ સાથે જોડે તે યોગ. અહીં ચિત્તશુદ્ધિ કે ચિત્તશુદ્ધિમાંથી નીપજતો જીવનધર્મ એ બંને મોક્ષગામી જ છે. કારણ કે જીવનવ્યાપાર જીવને મોક્ષ તરફ લઈ જાય એ ક્લેશરહિત હોવો જરૂરી છે અને ક્લેશો જવાથી કુશળ પ્રવૃત્તિ જ હોય. આવી રીતે ઉપરનાં લક્ષણોમાં શાબ્દિક ભિન્નતા હોવા છતાં તત્ત્વત: બધાં લક્ષણો એક જ લક્ષ્યને દર્શાવે છે.
આચાર્ય હરિભદ્રસૂરિ આ ગ્રંથમાં કહે છે કે શાસ્ત્રવેત્તા ગુરુઓએ લિંગ યા લક્ષણથી યોગાધિકારીને ઓળખી ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા સાધકોને તેમના અધિકાર પ્રમાણે ઉપદેશ આપવો. જો અધિકારનુસાર ઉપદેશ આપવામાં આવે તો તે ઔષધની જેમ અસરકારક થાય. જેમ ઉત્તમ અને ગુણકારી ઔષધ પણ અવસ્થાભેદ પ્રમાણે યથાયોગ્ય માત્રામાં અપાય તો રોગ નાબૂદ કરે છે તેમ કર્મવ્યાધિગ્રસ્ત જીવોને તેમની યોગ્યતા અનુસાર ધર્મોપદેશરૂપ ઔષધ આપવાથી કર્મવ્યાધિ દૂર થાય છે અને જીવ યોગમાર્ગમાં આગળ વધે છે.
પૂર્વે જે ચાર કક્ષાના યોગાધિકારીઓ બતાવ્યા તેમાં પ્રથમ કક્ષાના યોગાધિકારી એટલે અપુનબંધકને લોકધર્મનો ઉપદેશ આપવો જેમ કે કોઈ પણ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન