________________
સિદ્ધિ એટલે અતિચાર રહિત અહિંસા આદિ ધર્મસ્થાનની પ્રાપ્તિ. એટલે એના સાનિધ્યથી ક્રૂર વૈરી એવા જીવોનાં વેર વગેરે શમી જાય. અહિંસા વગેરે ધર્મસ્થાન ની પ્રાપ્તિ એ સિદ્ધિ છે, જે અતિચારરહિત હોય. તેને અનુરૂપ ત્રણ પ્રકારની ચિત્ત-અવસ્થા ત્યાં આવશ્યક છે. (૧) અધિક ગુણવાળા ગુરુપ્રત્યે વિનયવૈયાવચ્ચ-બહુમાન આદિથી યુક્ત હોય (૨) આપણાથી ઓછા ગુણવાળા તથા નિર્ગુણ અને દુઃખીજનો પ્રત્યે દયા, કરુણાની ભાવના તથા તેમનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો. (૩) મધ્યમ ગુણવાળા જીવાત્માઓનો યોગ્ય માન, સત્કાર કરવો. અને ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં આવશ્યક હોય તો ઉપકારની પરિણતિ હોય. આ પ્રમાણે ત્રણ પ્રકારની ચિત્તની ભૂમિકા હોય ત્યારે જ અતિચારરહિત અહિંસાદિની પ્રાપ્તિ થાય છે. તે જ સિદ્ધિ આશય છે. (૫) વિનિયોગ આશય : अन्यस्य योजनं धर्मे विनियोगस्तदुत्तरम् । कार्यमन्वयसम्पत्त्या तदवन्ध्यफलं मतम् ।।१०.१५।।
યોગલક્ષણ દ્વાáિશિકા અર્થ : બીજાને ધર્મમાં જોડવા તે વિનિયોગ કહેવાય. તે સિદ્ધિ પછીનું કાર્ય છે. અવિચ્છેદ સિદ્ધ થવાથી વિનિયોગ અવંધ્ય ફળવાળો મનાયેલ છે.
જેમને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને ત્યાગ આદિ ધર્મસ્થાન સિદ્ધિ રૂપે પ્રાપ્ત થયાં હોય તેઓ બીજા જીવાત્માઓને જે પ્રમાણે ઉપાયો શક્ય હોય એને અનુસરીને પોતાના જેવા ગુણવંત બનાવવા પ્રયત્ન કરે એટલે જ પોતાને પ્રાપ્ત થયેલ અહિંસા વગેરે ધર્મસ્થાનનું અન્યમાં પણ સંપાદન કરે આવો શુભાશય એ વિનિયોગ આશય છે. સિદ્ધિ આશયમાં રહેલ કુપા, ઉપકાર અને વિનય, વિનિયોગ કરાવે છે. વિનિયોગ આશયનું નિરૂપણ આ પ્રમાણે છે.12 સામાન્ય જોડાણ એ યોગ છે. અત્યંત જોડાણ એ નિયોગ છે અને વિશિષ્ટ પ્રકારનું અત્યંત જોડાણ એ વિનિયોગ છે. એવા મહાગ્યવાળી વ્યક્તિના સાન્નિધ્યમાં આવવાથી કે હિંસક જીવો એ સમય પૂરતા અહિંસક બને છે; જેમ કે તીર્થકર જિનેશ્વરના સમવસરણમાં વાઘ-સાપ વગેરે જે અહિંસક બને છે તેઓમાં અહિંસાનો યોગ થયો કહેવાય. જો એ સાન્નિધ્ય, એ વાતાવરણ છૂટી ગયા પછી પણ અહિંસકપણું વગેરે ચાલુ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની