________________
થાય ત્યારે એમ ચિંતવવું કે એ વસ્તુ કે જીવ મારાથી ભિન્ન છે. તેનો યોગ સદાકાળ રહેવાનો નથી. કારણ કે તે વસ્તુ અંતે તો અસ્થિર જ છે. એવી અસ્થિર વસ્તુ પ્રત્યે દ્વેષ કેળવવો યોગ્ય નથી. કારણ કે દ્વેષના સંસ્કાર જો મનમાં પોષાતા રહે તો જન્મજન્માંતરમાં સાથે આવે છે અને દુઃખદ વિપાકનાં કારણ બને છે. પદાર્થો ઇષ્ટ કે અનિષ્ટ હોતા નથી. પણ પ્રસંગ-સંયોગ અનુસાર એ પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ ભાસે છે.
મોહ એટલે કે અજ્ઞાન દૂર કરવા માટે સાધકે વસ્તુમાત્રનું સ્વરૂપ ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યયુક્ત છે એમ તર્ક અને યુક્તિથી યથાર્થપણે ચિંતવવું. જે વસ્તુ મૂળમાં જ કોઈ રૂપે ન હોય તેવી વસ્તુ ઉત્પન્ન થતી નથી. એવી જ રીતે જે વસ્તુ સ્વયંસિદ્ધ હોઈ મૂળથી જ અસ્તિત્વ ધરાવે છે તેનો સર્વથા અભાવ કે નાશ થતો નથી એટલે સત્ સ્વભાવવાળી વસ્તુ કદી અસત્ સ્વભાવવાળી બનતી નથી. કોઈ પણ વસ્તુનો મૂળ સ્વભાવ ક્યારેય બદલાતો નથી. દરેક વસ્તુ મૂળ સ્વરૂપે ધ્રુવ (કાયમ) હોય છે. અને પર્યાયને લઈ ઉત્પન્ન તથા વિનાશ પામે છે. અર્થાત્ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ અને પૂર્વ અવસ્થાનો વિનાશ થાય છે. એટલે આ વિશ્વની દરેક જડ-ચેતન વસ્તુનું સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. કોઈ વસ્તુ પરિવર્તનશૂન્ય અથવા કૂટસ્થ નિત્ય નથી.
આવી રીતે શાસ્ત્રાનુસાર યથાવત્ ઉપયોગપૂર્વક વસ્તુસ્વરૂપનું ચિંતન કરવાથી અને તે પણ એકાંત સ્થાનમાં બેસી જેથી ચિંતનમાં કોઈ વિક્ષેપ ના પડે, તો અવશ્ય તત્ત્વબોધ થાય છે, રાગાદિ વિષયક તત્ત્વોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય છે. ચિત્તમાં એવી સ્થિરતા પ્રગટે છે જે પરિણામે મુક્તિપ્રદાયક બને છે.
આધ્યાત્મિક સાધકે ઉપર પ્રમાણે સંવેગ-વેરાગ્યાદિથી ભાવિત બની મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવી જોઈએ. પ્રાણીમાત્ર પ્રત્યે મિત્રતાની ભાવના કરી મૈત્રીગુણ કેળવવો, ગુણી પુરુષો પ્રત્યે પ્રમોદભાવ કેળવવો. ફ્લેશ-પીડા પામતા દીન-દુ:ખીઓનું દુઃખ દૂર કરવાની વૃત્તિ કેળવી કરુણા ભાવ કેળવવો. અને અવિનીત જડ પ્રત્યે તટસ્થતા એટલે ઉપેક્ષા કેળવી મધ્યસ્થભાવ રાખવો. (આ ચારે ભાવનાના ચિંતનથી પણ રાગ, દ્વેષ અને મોહની ચંચળ વૃત્તિઓનો ક્ષય થઈ ચિત્તમાં સ્થિરતા પ્રગટે છે. ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત થાય છે જેના દ્વારા
७४
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની