________________
ઉત્પત્તિ થાય છે તેમ માત્ર ભાવશૂન્ય કાયિક ક્રિયાથી રાગ, દ્વેષ, મોહ જેવા દોષ શમે છે ખરા પણ મૂળથી નિર્મુલ થતા નથી, તે દોષોનાં બીજ કાયમ હોવાથી નિમિત્ત મળતાં પુનઃ તેની ઉત્પત્તિ થાય છે. જ્યારે મંડૂક ચૂર્ણ ભસ્મ થઈ ગયા પછી (જે દેડકાનું શરીર બળીને રાખ થઈ ગયું હોય) ગમે તેવી વર્ષા છતા ફરી મંડૂક ઉત્પન્ન થઈ શકતા નથી. તેમ ભાવના-ભાવિત ચિત્તવૃત્તિ વડે થતો કર્મક્ષય - દોષણય મૂળમાંથી જ ક્ષીણ થાય, ફરીને વૃદ્ધિ પામતો નથી.
આવી રીતે શાસ્ત્ર પ્રત્યે બહુમાન રાખી ભાવોલ્લાસપૂર્વક કરેલ ક્રિયા અમૃતાનુષ્ઠાન અર્થાત્ સાક્ષાત મોક્ષહેતુ કહેલ છે. સાધક રાગ, દ્વેષ, મોહને સર્વથા નિર્મૂળ કરતા કરતા ઉત્તરોત્તર સમતાની શુદ્ધિ થતી જાય છે અને શ્રેષ્ઠ એવા શુક્લધ્યાનની બીજી ભૂમિકા સિદ્ધ કરી કેવલ્ય પ્રાપ્ત કરે છે. આવી રીતે જે સાધકને એ જ ભવમાં યોગની સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેઓ એ જ ભવમાં અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી એકાંત વિશુદ્ધિ સ્વરૂપ એવા સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. અને જો આ ભવમાં યોગસાધના પૂર્ણ ન થાય તો શ્રેષ્ઠ સ્થાનોમાં જન્મ થાય છે અને તે જન્મમાં પૂર્વ યોગાભ્યાસના બળે સુસંસ્કારોનું સાતત્ય રહે છે. જેમ દિવસે અનુભવાયેલ કાર્ય કે વિષયો રાત્રે સ્વપ્નમાં ઉપસ્થિત થાય છે તેમ પૂર્વસંસ્કારના પૂર્વે કરેલા યોગસાધનાના અભ્યાસના બળે આ જન્મમાં પણ તે યોગસાધનામાં તત્પર બને છે અને અનુક્રમે યોગની પૂર્ણતા કરી મુક્તિપદને વરે છે. એટલે અયોગી અવસ્થાને પ્રાપ્ત કરવા ઇચ્છનારા સાધકોએ 10“આજ્ઞાયોગ' - શાસ્ત્રયોગ એટલે શાસ્ત્રાનુસારી અનુષ્ઠાનની સમ્યગૂ વિધિપૂર્વક પાલનમાં પ્રયત્નશીલ થવું જોઈએ. કારણ કે આજ્ઞાયોગ - આજ્ઞાની આરાધના એ જ આ ભવચક્રના વિયોગરૂપ અને સિદ્ધિપદ સાથે શાશ્વત યોગ અર્થાત્ સંબંધ કરાવનાર છે.
૭૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS