________________
ભાવ છે. આવી ભાવ વિનાની મન-વચન-કાયાની ક્રિયા એ દ્રવ્યક્રિયારૂપ છે તેથી તુચ્છ એટલે અસાર હોય છે.
આશય શું છે? આપણા મનમાં જે ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ જેવી કે ક્રોધ, પ્રમાદ વગેરે અનાદિકાળથી પડી છે એવી ક્લિષ્ટ વૃત્તિઓથી વિપરીત વૃત્તિઓ (અક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ) એ આશય છે. તે આશય પાંચ છે –
प्रणिधि - प्रवृत्ति - विघ्नजय - सिद्धि - विनियोगभेदतः प्रायः । દારારયાત: રામરી: 18ાડેર વિથ રૂ.૬ાા
षोडषक અર્થ : પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગસ્વરૂપ પાંચ પ્રકારના શુભાશય ધર્મજ્ઞ પુરુષોએ કહ્યા છે.
૧. પ્રણિધાન આશય :
પ્રણિધાન એટલે દઢ સંકલ્પ. જે ધર્મસ્થાન, ગુણ-અવસ્થા મેળવવાની ઇચ્છા કરી છે તેને મેળવવાનો દઢ સંકલ્પ બન્યો રહે એ રીતે કેળવાયેલું ચિત્ત એપ્રણિધાન આશય છે. ચરમાવર્તી જીવોને અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થયા પછી પાંચમી દષ્ટિમાં પહોંચતાં આત્મસ્વરૂપની સંવેદના થાય છે. અને પુદગલાતીત સુખની જે જાણકારી હતી તે સંવેદનાના સ્તર પર પહોંચતાં તેને મેળવવાની જે પ્રબળ ઇચ્છા જાગે છે તે પ્રણિધાન છે. અહીં ઉદ્દેશ તો મોક્ષપ્રાપ્તિનો છે. પંન્યાસ અભયશેખર ગણિએ “યોગવિંશિકા’ના વિવેચનમાં લખ્યું છે, “પ્રણિધાન આશયમાં ઉદ્દેશરૂપે મોક્ષપ્રાપ્તિનો સંકલ્પ, એના ઉપાયભૂત અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધવાનો સંકલ્પ અને એમાં પ્રતિબંધિત થવાવાળા પ્રમાદાદિનો સંકલ્પ આ ત્રણે આવશ્યક છે. પ્રણિધાનને યુક્ત ચિત્ત ત્યારે બને છે જે હાનગુણ જીવો પ્રત્યે દ્વેષ વિનાનો હોય અર્થાત્ પોતે આચરણ કરતા વ્રત-મર્યાદાથી ઊતરતી કોટીના જીવાત્માઓ જે નીતિ-શ્રદ્ધા વિનાના હોય તેમના પર ક્રોધ કે દ્વેષ ન કરતા તેમને સુધારવા માટે યોગ્ય પ્રયત્ન કરે તેમજ પરોપકાર કરવાની વૃત્તિ હોય અને સંસારની અન્ય પ્રવૃત્તિના વિષયમાં નહીં પણ ધર્મક્રિયામાં જ અપ્રમત્ત રહે.
૭૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની