________________
તપનું અનુષ્ઠાન કરવું. મોહથી ગ્રસ્ત થઈ જાય તો શાસ્ત્રના સ્વાધ્યાયરૂપ મંત્રનું સ્મરણ કરતું રહેવું. આ પ્રમાણે ઉપાયોનું શરણું લેવાથી ભાવિમાં ઉદય પામનારાં કર્મોને અટકાવી શકાય છે અને સાધક તેના યોગમાર્ગમાં આગળ વધી વિકાસ સાધી શકે છે. એવી જ રીતે અરિહંતાદિ ચારનું એટલે કે અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ (કેવળી પ્રરૂપિત) આ ચારનું શરણું સ્વીકારવું જોઈએ અને અહર્નિશ દુષ્કૃતની ગર્તા અને સુકૃતની અનુમોદના કરતા રહેવું જેથી અપાયનો પરિવાર અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને તત્ત્વમાર્ગમાં પ્રવેશ થાય છે.
જે સાધક યોગમાર્ગમાં નવો દાખલ થાય છે એવા યોગીએ શું કરવું જોઈએ એ ગ્રંથકાર પ્રથમ બતાવે છે. એ કહે છે કે યોગ ભણી પ્રવૃત્ત થયો છે એવામાં પ્રથમ ભાવનાઓ ભાવવી એટલે કે સવિચાર સેવવા, શાસ્ત્રનો પાઠ કરવો, પવિત્ર તીર્થસ્થાનોનું સેવન કરવું, યોગ્ય ગુરુ પાસે શાસ્ત્રશ્રવણ કરવું - આવી ધૂળ ચર્ચા પાળતા પાળતા શાસ્ત્રના અર્થોનું જ્ઞાન થયા બાદ સૂક્ષ્મ બુદ્ધિથી પોતાના દોષોને અનુલક્ષીને આત્મ-નિરીક્ષણ કરવું.
આ ચિંતન કઈ રીતે કરવું તે પણ આચાર્ય હરિભદ્રસૂરિ આ ગ્રંથમાં સમજાવે છે. દેવ (પરમાત્મા) અને ગુરુને પ્રણામ કરી પદ્માસન આદિ કોઈ પણ આસનમાં એકાંતમાં બેસવું અને ડાંસ, મચ્છરાદિ જંતુઓના ઉપદ્રવને ગણકાર્યા વિના ધ્યેય પદાર્થમાં ચિત્તને એકાગ્ર બનાવવું. શાસ્ત્ર અનુસાર રાગ, દ્વેષ, મોહના વિષયોનું સ્વરૂપ, તેનાં પરિણામો, તેના વિપાક દોષો એ બધાંનું યથાવત્ ચિંતન કરવું. ગ્રંથકાર કહે છે દેવ અને ગુરુને નમસ્કાર કરી તેમને સાક્ષી રાખવાથી અનુગ્રહ થાય છે. એવી જ રીતે પદ્માસન વગેરે કોઈ પણ એક સ્થિર આસનમાં બેસવાથી કાયાનો નિરોધ થાય છે, એટલે કે સાધક એક સ્થાને ધારેલ સમય સુધી અડગપણે સ્થિર બેસી શકે છે. પાતંજલના યોગસૂત્રમાં પણ આસનસિદ્ધિ અને પરીષહજય પર ભાર મૂકેલો છે. ચિંતન કરતી વખતે શરીર પરના ઉપદ્રવને ન ગણકારવાથી વિર્યયોગ એટલે કે પુરુષાર્થની વૃદ્ધિ થાય છે અને ઇષ્ટ કાર્યની સિદ્ધિ થાય છે. ધ્યાન કરતી વખતે ધ્યેય વિષયમાં જ મન પરોવવાથી ઉપયોગ એટલે કે જાગૃતિ એ જ વિષયમાં રહે છે જેથી પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે. આ અનુભવજ્ઞાન જ આધ્યાત્મિક સાધનામાં, યોગમાર્ગમાં મહત્ત્વનું અંગ છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની