________________
જીવને પીડા ન આપવી પણ બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો. દેવ-ગુરુઅતિથિની પૂજા-સન્માન કરવાં વગેરે. દીન-દુ:ખીને દાન આપવું. રાત્રિભોજનનો ત્યાગ કરવો આવી રીતે અપુનર્બલકને લૌકિક ધર્મના ઉપદેશ દ્વારા તે જીવનો સમ્યગ્ દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે.
પહેલા અપુનબંધક અધિકારી કરતાં બીજો, ત્રીજો ને ચોથો અધિકારી ઉત્તરોત્તર વધારે આધ્યાત્મિક વિકાસવાળો હોય છે. તેથી પહેલા અધિકારી કરતાં પછીના ત્રણ અધિકારીઓને આપવાનો ઉપદેશ ઉત્તરોત્તર લોકોત્તર- આધ્યાત્મિક ધર્મનો ઉપદેશ આપવો એમ અહીંઆચાર્ય હરિભદ્રસૂરિ કહે છે. જેને આત્માની પોતાના સ્વરૂપની સાચી પ્રતીતિ થઈ છે તે બીજો અધિકારી સમ્યગૃષ્ટિ છે. આ સમ્ય દૃષ્ટિને શાસ્ત્રાજ્ઞાનુસાર તેના ભાવ-પરિણામ અનુસાર હિંસા, અસત્ય, ચોરી જેવા દોષોથી થોડી પણ નિવૃત્તિ સધાય એટલા માટે પ્રથમ અણુવ્રત, ગુણવ્રત જેવા આંશિક વિરતિધર્મનો ઉપદેશ આપવાનું સૂચવ્યું છે. કારણ કે સમ્ય દષ્ટિ જીવ આ આંશિક વિરતિનું શીધ્ર આચરણ કરી શકે છે અને એમાં સ્થિર થઈ શકે છે.
જેણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં વ્રતો આંશિક રીતે પણ ધારણ કરેલાં હોય તે દેશવિરતિ નામનો ત્રીજો અધિકારી છે. આવા દેશવિરતિધર શ્રાવકને સામાયિકાદિ વિષયક ભાવપ્રધાન, પરમાર્થલક્ષી ઉત્તરોત્તર ઉત્તમ યોગનો સાધક બને એવો ઉપદેશ આપવાનું કહે છે. જેમ કે ધર્મને બાધા ન આવે એવી રીતે આજીવિકા ચલાવવી, વિધિ અને શક્તિ મુજબ દાન કરવું. જિનપૂજા, વિધિપૂર્વકનું ભોજન, સંધ્યાનો નિયમ, ચૈત્યવંદન, અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન વગેરે અનુષ્ઠાન જે મોક્ષસાધક હોવાથી ‘યોગ'રૂપ છે તેનો ઉપદેશ આપવો.
ચોથા યોગાધિકારી સર્વવિરતિધર મુનિને સામાચારી બતાવવાનું કહ્યું છે. સામાચારી એટલે સાધુપણાને યોગ્ય જીવનચર્યા જે શાસ્ત્રમાં દસ પ્રકારે બતાવી છે. આ જીવનચર્યાનું જો જાગૃતિપૂર્વક પાલન કરાય તો જ મુનિપણું સુરક્ષિત રહે અને ઉત્તરોત્તર વિકાસ સાધી શકાય.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS