________________
મહાવ્રત) પાળવા; અને પરમાત્માએ કહેલાં જીવાદિક તત્ત્વોનું ચિંતવન કરવું; મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ ભાવના સારરૂપે વિચારવી. આ ભાવનાને અધ્યાત્મયોગ કહ્યો છે. આ અધ્યાત્મયોગના અભ્યાસથી ભવ્યાત્માને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ ક્લિષ્ટ કર્મનો નાશ થાય છે. સત્ત્વ વધે છે. ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય છે. આ અધ્યાત્મયોગ અમૃત સમાન છે કારણ એ અતિ ભયંકર એવા મોહના વિષવિકારને દૂર કરે છે. આ અધ્યાત્મયોગનો વારંવાર અભ્યાસ કરતાં અનુક્રમે યોગભાવની વૃદ્ધિ થતાં ચિત્તની
સ્થિરતાયુક્ત ભાવના યોગ પ્રગટે છે. (૨) ભાવના : ભાવનાના અભ્યાસથી કામ, ક્રોધાદિ અશુભ ભાવનાઓ નષ્ટ
થાય છે. જ્ઞાનાદિના શુભ અભ્યાસ કરવાની અનુકૂળતા થાય છે તથા
મનના સારા પરિણામની વૃદ્ધિ થાય છે. (૩) ધ્યાનઃ સારી ભાવનાયુક્ત એક પરમાત્માનું ધ્યેય જ ચિત્તમાં અવલંબન
કરી સ્થિર દીપક સમાન રહે એવા સૂક્ષ્મ ઉપયોગયુક્ત ચિત્તને ધ્યાન કહ્યું છે. ધ્યાનથી સર્વ કાર્યમાં આત્માધીનતા – સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. મનની સ્થિરતા થાય છે. ચિત્ત સતત શુભ ભાવમાં રહે છે. જન્મમરણની પરંપરારૂપ અશુભ કર્મોના અનુબંધનો નાશ થાય છે અને જૂનાં બાંધેલાં
કર્મોનો ધ્યાનરૂપ અગ્નિ વડે વિનાશ કરે છે. (૪) સમતા : અનાદિ કાલની મિથ્યાત્વ ભાવરૂપ મોહમય અજ્ઞાનતા જે અવિદ્યા
કહેવાય છે એના કારણે જીવ આ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ છે એવા વિકલ્પો કરે છે. એને સમ્યગુ જ્ઞાનદર્શનની સહાયથી દૂર કરી ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગ-વિયોગમાં મનની સમતા જાળવે છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન વડે કેવળજ્ઞાન, કેવળદર્શન - યથાખ્યાત ચારિત્ર આદિને રોકનારાં કર્મોનો
ક્ષય થાય છે તેમજ અન્ય કર્મની અપેક્ષાવાળી પરંપરાનો નાશ થાય છે. (૫) વૃત્તિસંક્ષય યોગ : અન્યના સંયોગથી થયેલી વૃત્તિઓનો ફરી ન થાય તે
રીતે તે તે કાળે ક્ષય થાય તે વૃત્તિસંક્ષય યોગ છે. આત્મા સ્વભાવથી તરંગરહિત એટલે ચંચલતા વિનાના મહાસમુદ્ર સમાન અત્યંત સ્થિર છે. એટલે એનામાં
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૫૭