________________
યોગના અધિકારી કોણ થઈ શકે એ જણાવતાં આચાર્ય હરિભદ્રસૂરિ આગળ કહે છે -
तथात्मगुणलिंगानि, प्रत्ययस्रिविधो मतः । सर्वत्र सदनुष्ठाने, योगमार्गे विशेषतः ।।२३१।।
આત્મા, ગુરુ અને લિંગ એમ ત્રણેને ઓળખીને એટલે જ આત્મા પોતાના સ્વરૂપને જાણવાની ઇચ્છા કરે, ગુરુવરો તે આત્માના સ્વરૂપનો ઉપદેશ આપે, તે સ્વરૂપને આપણે તેના ચિહ્નથી સંપૂર્ણ જાણીએ-આવી રીતે ત્રણેને ઓળખીને સદનુષ્ઠાન કરતા જીવાત્માઓ યોગના અધિકારી થાય છે એમ યોગશાસ્ત્રમાં જણાવેલું છે.
આત્મા, ગુરુ અને ધર્મના સ્વરૂપને જાણનારો, તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારો યોગી મોક્ષના સ્વરૂપને પામે છે એટલે આત્માદિ તત્ત્વની જે પ્રતીતિ તે મોક્ષનું ઉપાદાન કારણ થાય છે. જે યોગીને સત્ય યોગનો આરંભ કરવો છે તે યોગી નિશ્ચયથી આત્માનું સ્વરૂપ ગુરુ પાસેથી અનુભવપૂર્વક યથા સ્વરૂપે સમજીને તત્ત્વરુચિ અને સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરે છે એટલે આત્મા ગુરુ તથા ધર્મચિહ્નનું આલંબન અવશ્ય લે છે, તેને સાનુબંધ યોગારંભક કહેવાય છે. આ બધો યોગમાર્ગ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા યોગીઓને અવશ્ય ઉપયોગી છે અને આ યોગમાર્ગોપયોગી વ્યવહાર આગમથી જ પ્રસિદ્ધ બનેલો છે. કારણ કે વ્યવહારનું ફળ અતીન્દ્રિય છે અને અતીન્દ્રિય ફળવાળા અનુષ્ઠાનમાં શાસ્ત્ર જ વિશ્વાસનું કારણ છે.
આવા સયોગવાળા ભવ્યાત્માઓ સ્વગુણ વૃદ્ધિની સાથે લોકમાં પણ મહાન અભ્યદય કરતા હોય છે. સર્વ કાર્યમાં ઉચિત આરંભ કરનારા, ગંભીર આશયવાળા, શુભ પરિણામવાળા, નિષ્ફળ ન જાય તેવી પ્રવૃત્તિ કરનારા અને અવસરને જાણનારા જીવો સમ્યમ્ - શુભ યોગ - ધર્મને યોગ્ય છે.
જે આત્મા અપુનબંધક છે. તેઓ વિષયાનુષ્ઠાન, સ્વરૂપ શુદ્ધાનુષ્ઠાન, શુદ્ધ અનુબંધ અનુષ્ઠાન અનુકૂળ સામગ્રીના યોગે પ્રાપ્ત કરે છે અને ગ્રંથભેદ કરી શુદ્ધતાપૂર્વક સમ્યગૂ દર્શનને પામે છે. છેલ્લા પુગલ પરાવર્તમાં આવેલા ભવ્યાત્માને ધર્મ-શ્રવણમાં પ્રેમ થાય છે. ધર્મ આદરવામાં ઉલ્લાસ વધે છે. આ સમ્યકત્વનું પ્રથમ ચિહ્ન છે. એવી જ રીતે બીજા લિંગ માટે (ચિહ્ન માટે)
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૫૫