________________
આવી રીતે અનેક પ્રકારવાળું અનુસરવાયોગ્ય અર્થવાળું અધ્યાત્મસ્વરૂપ છે. જે આત્મસ્વરૂપમાં રમણતા અથવા સ્થિરતા કરાય તે અધ્યાત્મ કહેવાય. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ, તપ વગેરે અનેક ગુણોની વિચારણા કરવી એ અધ્યાત્મ. આત્માના સ્વરૂપનું અભેદભાવ રૂપે જે ચિંતવન, મનન થાય એ ભાવઅધ્યાત્મયોગ છે.
અધ્યાત્મયોગ સમ્યગદર્શન અને જ્ઞાનથી યુક્ત હોય છે. આવા અધ્યાત્મયોગીઓ ભાવના, ધ્યાન અને સમતા આ ત્રણ યોગના અભ્યાસથી વૃત્તિસંક્ષય નામના પાંચમા યોગભેદની પ્રાપ્તિ કરે છે. વૃત્તિસંક્ષય એટલે રહેલી કર્મસંયોગની યોગ્યતાની નિવૃત્તિ. આત્માથી કર્મ બાંધવાના હેતુરૂપ થનારા ચિત્તની રાગદ્વેષમય કિલષ્ટતાવાળી વૃત્તિઓનો નાશ, ધર્મધ્યાનના અને શુક્લધ્યાનના યોગે કરવો. અનાદિકાળથી આત્માની સાથે લાગેલા કર્મનો ક્ષય કરવા અપૂર્વ પુરુષાર્થ કરી સ્વયં પરમાત્મસ્વરૂપે થવું.
ગમનાગમન આદિ સ્થળ અને ઉચ્છવાસ - નિ:શ્વાસ આદિ સૂક્ષ્મ ચેષ્ટાઓ આત્માની વૃત્તિઓ છે. તેમાં મન-વચન-કાયા વડે કરાતી શુભ ક્રિયા પુણ્યના હેતુભૂત થાય છે. તેમજ અશુભ ક્રિયા પાપના હેતુભૂત થાય છે. આવાં શુભાશુભ કર્મની ક્રિયા જીવને અનાદિકાળથી થાય છે જેથી કર્મનો બંધ થાય છે. કર્મની સાથે જીવના સંયોગનો હેતુ યોગ્યતા છે. કર્મબંધનની જે યોગ્યતા હોય ત્યાં સંસારનું ભવભ્રમણ હોય અને જ્યાં યોગ્યતા ન હોય ત્યાં ભવભ્રમણ ન હોય. આ યોગ્યતા તે જ સંસારનો મુખ્ય હેતુ છે. ઉપાદાન કારણમય બીજરૂપ આ યોગ્યતા છે. તે યોગ્યતારૂપ બીજ આત્માથી જેટલા અંશે નાશ પામશે તેટલા અંશે આત્માને નવા કર્મનો અભાવ થશે. સાથે જૂનાં કર્મ પણ ક્ષય થતાં મોક્ષની યોગ્યતા સહજ ભાવે પ્રાપ્ત થશે.
આત્માના સ્વરૂપને પામવા ઇચ્છતા મુનિવરોએ યોગના અભ્યાસની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. ‘યોગબિંદુ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ નીચેના છ ઉપાયો યોગની સિદ્ધિ માટે બતાવે છે –
उत्साहान्निश्चयाधैर्यात्, संतोषातत्त्वदर्शनात् । मुनेर्जनपदत्यागात्, षड्भिर्योग: प्रसिध्यति ।।४११।।
યોગબિંદુ અર્થ : મુનિઓએ જ્ઞાન-દર્શન-ચારિત્ર યોગનો અભ્યાસ કરવા માટે પ્રથમ
(આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૫૯