________________
યોગશતક
પ્રસ્તાવના :
જૈન શાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસક્રમનું વર્ણન ચોદ ગુણસ્થાનક રૂપે, ચાર ધ્યાન રૂપે તેમજ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ અવસ્થા રૂપે મળી આવે છે. આચાર્ય હરિભદ્રસૂરિ જૈન પરંપરામાં તેનું યોગ રૂપે વર્ણન કરે છે. પાતંજલ, બૌદ્ધ આદિ ઇતર દર્શનોમાં વર્ણિત યોગપ્રક્રિયા અને એની પરિભાષા સાથે જૈન સંકેતોની સરખામણી કરી ભિન્ન ભિન્ન યોગપરંપરાઓ પાછળ રહેલી યોગવસ્તુની એકતા સ્પષ્ટ રીતે બતાવે છે. એમના યોગવિષયક મુખ્ય ચાર ગ્રંથો છે. ‘યોગશતક એમાનો એક ગ્રંથ છે. પ્રાકૃત ભાષામાં લખાયેલ આ ગ્રંથમાં ૧૦૦ ગાથાઓ છે. આગમપ્રક્રિયા, યોગપ્રક્રિયા અને અધ્યાત્મપ્રક્રિયાનો સુંદર સમન્વય આ ગ્રંથમાં અભુત રીતે થયેલો છે. અહીંયોગનું સ્વરૂપ, યોગના અધિકારી, અધિકારીનું લક્ષણ, તેને યોગ્ય ઉપદેશ અને યોગનું ફળ એ પાંચે બાબતો સંક્ષેપમાં સ્પષ્ટ કરવામાં આવી છે. આ ગ્રંથમાં યોગના બે ભેદ નિશ્ચય અને વ્યવહાર બતાવી એમનું સ્વરૂપ બતાવ્યું છે. મોક્ષ સાથે જોડી આપનાર રત્નત્રયી એટલે કે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગુચરિત્ર છે. તે નિશ્ચય દૃષ્ટિએ યોગ છે અને ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન અને નિષિદ્ધ કાર્યોનો યથાશક્તિ ત્યાગ વગેરે અનુષ્ઠાન એ સમ્યગુ જ્ઞાનાદિનાં પ્રધાન સાધન હોવાથી વ્યવહારષ્ટિએ યોગ છે. સાધકના આધ્યાત્મિક વિકાસ માટે સર્વસાધારણ નિયમો બતાવ્યા છે. નવા સાધકને શ્રુતપાઠ, તીર્થસેવન જેવા સ્થળ ઉપાયો પ્રથમ અમલમાં મૂકવાનું કહ્યું છે. શાસ્ત્રના અર્થનું જ્ઞાન થયા બાદ તેણે રાગ, દ્વેષ, મોહ જેવા અંતર્ગત દોષોને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવાનું સૂચવ્યું છે. વિકસિત ભૂમિકામાં પ્રવર્તતા સાધકો માટે નિજસ્વભાવ આલોચન, સંસારસ્વરૂપ તથા રાગદ્વેષાદિ દોષોનું ચિંતન જેવા આંતરઉપાયોનો અને ગુરુશરણ તથા તપ આદિ બાહ્ય ઉપાયોનો આશ્રય લેવાનું કહ્યું છે. ચિત્તને સ્થિર કરવા માટે રાગાદિ દોષોના વિષય અને પરિણામને એકાંતમાં કેમ ચિંતવવાં એનું વર્ણન કર્યું છે. આવા સચિંતનને અનુરૂપ સાધકની આહારાદિ ચર્યા કેવી હોઈ જોઈએ એનું નિરૂપણ કર્યું છે.
૬૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની