________________
ઉત્સાહ-હોંશ રાખવી, નિશ્ચય પણ કરવો, તે કાર્યમાં ધૈર્ય - ધીરજ રાખવી, સંતોષ રાખવો અને તત્ત્વોની શ્રદ્ધારૂપ દર્શન કરવું. તેમજ પોતાના પરિચિત દેશ-ગામનો પરિચય ત્યાગ કરવો જોઈએ. એમ છ વસ્તુનો ઉપયોગ રાખનારને યોગમાર્ગ પ્રાપ્ત થાય છે.
(૧) ઉત્સાહ : વીર્યોલ્લાસ, વીર્યના ઉલ્લાસથી યોગમાર્ગમાં ગમન થાય છે. (૨) નિશ્ચય : કર્તવ્યનો સ્થિર પરિણામ અર્થાત્ આ અધ્યાત્માદિ યોગ જ કરવા યોગ્ય છે. આરંભેલ યોગકાર્યને સિધ્ધ કરવું જ છે એવો દૃઢ નિશ્ચય. (૩) ધૈર્ય : ગમે તેટલાં વિઘ્ન આવે તો પણ સ્થિરતા રાખવી.
::
(૪) સંતોષ : બહારની(આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે) અનુકૂળતા કે પ્રતિકૂળતા, હર્ષ, શોક ન કરવો. જે હોય તેટલામાં જ સંતોષ રાખવો. આત્મામાં જ રમણતા કરવી.
(૫) તત્ત્વદર્શન : જીવ, અજીવ... મોક્ષ વગેરે નવ તત્ત્વનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધાપૂર્વક થાય, તેનાથી વસ્તુતત્ત્વની જે મીમાંસા કરવી. સ્વપ૨નો ભેદ - સ્વ એટલે આત્મા, ૫૨ એટલે આત્માથી અન્ય એવા સર્વ ચેતન, અચેતન, પદાર્થોનો વિવેક કરાય તે આત્મદર્શન, આત્માના સ્વરૂપની શ્રદ્ધા. પરમાત્માના ઉપદેશમાં શ્રદ્ધા અને તે વડે વસ્તુતત્ત્વનો જે નિર્ણય થાય તેવા આત્મદર્શનથી યોગમાં પ્રવેશ કરાય છે.
(૬) જનપદત્યાગ : સંસારને અનુસરનારા લોકિક વ્યવહા૨નો ત્યાગ.
આ છ વસ્તુને આદ૨નારા મુનિરાજ યોગી યોગમાર્ગને અવશ્ય પ્રાપ્ત કરે છે. આગળ આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે - આગમ, અનુમાન અને ધ્યાનના અભ્યાસથી એમ ત્રણ પ્રકારે શુદ્ધ પ્રજ્ઞાબુદ્ધિથી વિચાર કરતો જીવ ઉત્તમ યોગને પ્રાપ્ત કરે છે. આગમશાસ્ત્રમાં જે જે યોગ – મોક્ષમાર્ગ સંબંધી તત્ત્વની વ્યાખ્યાઓ હોય તેના બોધથી તેમજ આંતર-પ્રજ્ઞા શુદ્ધબુદ્ધિથી આત્મસ્વરૂપ રૂપ ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. તથા આત્માદિક જે તત્ત્વો ચક્ષુગોચર નથી તે આગમ તથા અનુમાનપ્રમાણ અથવા અર્થપત્તિપ્રમાણ વડે તાત્ત્વિક યોગનો નિર્ણય થાય છે. તે રૂપ અધ્યાત્મયોગ પણ પ્રાપ્ત થાય છે. ધ્યાનના અભ્યાસ વડે વારંવાર સ્થિરતા ક૨વાથી પણ અધ્યાત્મયોગની પ્રાપ્તિ થાય છે.
આ જે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ યોગના
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૬૦