________________
પાંચ ભેદ બતાવ્યા છે તેમાં સમતાયોગને મહર્ષિ પતંજલિ સંપ્રજ્ઞાત સમાધિયોગ કહે છે કારણ કે સમતાયોગમાં વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રગટપણે વર્તે છે, અને સંપ્રજ્ઞાત એટલે જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે શાસ્ત્રાધારે નિશ્ચિત જ્ઞાન તે સંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત = સં + પ્ર + જ્ઞાત્
સં એટલે પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે ;
પ્ર એટલે પ્રકર્ષરૂપ એટલે સવિતર્ક નિશ્ચયરૂપ, શાસ્ત્રાધારે નિશ્ચત સ્વરૂપવાળું ;
જ્ઞાત એટલે જ્ઞાન.
ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલ ‘પાતંજલ યોગદર્શનની ટીકા’માં સૂત્ર 1.17 અને 1.18 માં કહ્યું છે
“तत्र पृथक्त्ववितर्क सविचारैकत्व वितर्का विचारारव्य शुक्लध्यान भेदद्वये संप्रज्ञात समाधिवृत्यर्थानां सम्यग्ज्ञानात् ।”
શુક્લધ્યાનના પૃથ
વિતર્ક-સવિચાર અને એકત્વ-વિતર્ક-અવિચાર આ
બે ભેદોમાં સંપ્રજ્ઞાત સમાધિ હોય છે કારણ કે તેમાં વૃત્તિઓનું અને અર્થોનું સમ્યગ્ જ્ઞાન હોય છે.
અહીં વૃત્તિઓ એટલે મનુષ્ય - ના૨ક વગેરે આત્મપર્યાયો; અર્થો એટલે દ્વીપ - પર્વત સમુદ્ર વગેરે પદાર્થો. સમ્યજ્ઞાન એટલે સમ્યગ્ ચિંતન. શુક્લધ્યાનના આ બે ભેદોમાં વૃત્તિઓનું અને અર્થોનું સમ્યક્ ચિંતન હોય છે. આ શુક્લધ્યાનના બે ભેદ રાગદ્વેષના ક્ષયરૂપ સમતામય હોવાથી સંપ્રજ્ઞાત સમાધિયોગ કહેવાય છે.
આવી રીતે અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ અને સમતાયોગના સતત અભ્યાસથી સમતારૂપ સમાધિયોગમાં સ્થિરતા પ્રાપ્ત થયેલ યોગી આ છેલ્લા એટલે ચરમ ભવમાં સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રની અપ્રમત્તભાવે આરાધના કરતો ક્રમે કરીને ક્ષપકશ્રેણીને પામે છે. આત્મસ્વરૂપના ઘાતક એવા ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરે છે. કૈવલ્યસ્વરૂપ પામેલા આ વૃત્તિસંક્ષય યોગને મહર્ષિ પતંજલિ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. કૈવલ્ય અવસ્થામાં સમસ્ત મનોવૃત્તિઓનો અને મનોવૃત્તિઓના બીજનો નિરોધ થયો હોય છે અને આત્મા યોગસ્વરૂપ સાથે એકતાને પામેલો હોય છે. અહીં અસંપ્રજ્ઞાત સમાધિ બે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૬૧