________________
યોગબિંદુ પ્રસ્તાવના :
યોગ : આત્માનું મહાનન્દમય મોક્ષ સાથે જે સંધાન -યોજન કરી આપે તે યોગ. જૈન દર્શન આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. આત્માદિ સિદ્ધ તત્ત્વો મોક્ષાગભૂત યોગના વિષયો છે એ આત્મા-પરિણામી નિત્ય છે. આત્મા દ્રવ્યતા રૂપે સ્વસ્વરૂપમાં અવસ્થિત એટલે આત્મતત્ત્વ અથવા ચૈતન્યાદિ રૂપે નિયત (નિત્ય) છે. છતા પણ ભિન્ન ભિન્ન પરિણામના યોગે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પ્રાપ્ત કરે છે એટલે પરિણામ રૂપે અનિત્ય પણ છે. એટલે આત્મા પરિણામી નિત્ય છે.
એનામાં અનાદિકાલીન સાહજિક યોગ્યતા છે. જેના યોગે એ કર્મબંધ કરે એ સંસારી કહેવાય. તે યોગ્યતા જીવના સ્વભાવભૂત છે. તે ઇતર નિમિત્તક નથી. સ્વયોગ્યતાથી જ એ કર્મસંયોગી છે. જેના લીધે સંસારી કહેવાય છે અને કર્મવિયોગી થાય તો મુક્તદશા પ્રાપ્ત કરે છે. આવી રીતે આત્માનો કર્મસંયોગ અથવા કર્મવિયોગ આ સંબંધ અનાદિકાલીન છે. એમાં ઈશ્વર હેતુભૂત નથી.
આત્માના ભવ્યત્વનો પરિપાક થાય ત્યારે ક્રમે ક્રમે કર્મની નિર્જરા કરતા કર્મસંયોગો ઓછા થાય, કર્મનો બંધ ઘટે અને જીવને મોક્ષમાર્ગયોગ્ય ઉચિત પ્રવૃત્તિ થાય છે. સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તભાવ, અનિવૃત્તિકરણ, ગુણસ્થાનક, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક, ઉપશાંત મોહ, ક્ષીણમોહ ગુણસ્થાનક વગેરે આત્મચરિત્રરૂપ સમ્ય યોગની ક્રમે ક્રમે સિદ્ધિ થાય છે. જીવ અપુનબંધક આદિનાં અનુષ્ઠાનોને આદરે છે અને પરિણામે યોગની સિદ્ધિ થાય છે. મોક્ષતત્ત્વરૂપ યોગની સિદ્ધિ આપ્ત એવા સર્વજ્ઞ કેવળી પરમાત્માએ ઉપદેશેલા અબાધ્ય વચન સમુહરૂપ આગમોથી થાય છે. કારણ આત્મા તથા કર્મ અને તેના વિપાકો, તે નાશ કરવાની જે ક્રિયા અને અનુભવ તથા જ્ઞાનચારિત્ર વગેરે યોગોની સિદ્ધતા અનુભવમાં આવે છે માટે સર્વજ્ઞ આપ્ત પરમાત્માનું કહેવું યથાર્થ છે. ‘યોગબિંદુ ગ્રંથમાં જીવ (આત્મા), કર્મ (જડ) વગેરેનું સ્વરૂપ જણાવતાં આત્મ પુરુષ (કેવલી પરમાત્મા) પ્રણીત અનેકાંત શાસ્ત્રોના વચનોના અનુસાર મોક્ષમાર્ગરૂપ યોગમાર્ગ કહેલો છે. જેથી જીવ બાહ્યાત્મપણાને ત્યાગી સમ્યમ્
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS