________________
૪
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
જૈન સાહિત્યના ઇતિહાસમાં આચાર્ય હરિભદ્રસૂરિનું સ્થાન અતિ મહત્ત્વનું છે. તેઓ જૈન ધર્મના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઇતિહાસના મધ્યવર્તી સીમાસ્તંભ સમાન છે. જૈન યોગ ઉપર લખાયેલ સાહિત્યમાં આચાર્ય હરિભદ્રસૂરિએ નવો જ અધ્યાય શરૂ કર્યો છે. આઠમી સદીમાં અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. બાલ્યકાળથી જ એમની બુદ્ધિ અતિ કુશળ હતી. તેઓ છ અંગ, ચાર વેદ, મીમાંસા, તર્ક, ધર્મશાસ્ત્ર અને પુરાણ એમ ચૌદ વિદ્યાઓના પારંગત હતા. એમના તોલે આવે તેવો બીજો કોઈ વિદ્વાન ન હતો. એટલે અભિમાનથી એમણે એવો સંકલ્પ કર્યો કે જેનું કથન ન સમજાય તેનો હું શિષ્ય થાઉં.
એક વાર ચિતોડના રાજમાર્ગ ઉપરથી પસાર થતાં એક સાધ્વી દ્વારા બોલાતી ગાથાના શબ્દો એમના કાને પડ્યા.
चक्किदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्की केसीय चक्कीय ||
હરિભદ્રને આ ગાથાનો અર્થ ન સમજાયો. તેઓએ સાધ્વીજીને અર્થ સમજાવવાની વિનંતી કરી. સાધ્વીજીનું નામ હતું યાકિની મહત્તરા. એ એમના ગુરુદેવ જિનદત્તસૂરિ પાસે લઈ ગયાં. એમણે હરિભદ્રને અર્થ